fbpx
અમરેલી

અમરેલીમાં જીવલેણ ચાઈનીઝ તુક્કલ,પ્લાસ્ટિક દોરીના ઉપયોગ ઉપર ૨૦ જાન્યુઆરી સુધી પ્રતિબંધ

ઉતરાયણના તહેવાર દરમિયાન સમગ્ર અમરેલી જિલ્લામાં ચાઈનીઝ તુ્કકલ,તેમજ પતંગ ચગાવવાના ચાઈનીઝ માંઝા/પ્લાસ્ટીક દોરીના ખરીદી, વેચાણ ઉપયોગ પર તા. ૨૦/૧/૨૦૨૧ સુધી જાહેરનામા દ્વારા પ્રતિબંધ ફરમાવવમાં આવ્યો છે.

છેલ્લા કેટલાક સમયથી ઉતરાયણ તેમજ અન્ય તહેવાર  દરમિયાન ચાઈનીઝ તુક્કલ,તથા પતંગ ચગાવવાના ચાઈનીઝ માંઝા/ પ્લાસ્ટિક દોરીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જેમાં સળગતી તુક્કલ ગમે ત્યા પડવાના કારણે જાનમાલ તેમજ સંપતિને નુકસાન થતું હોય છે. ઉપરાંત માંઝા અને દોરામાં હાનિકારક પદાર્થોથી કોટીંગ કરેલ હોય માનવી ,પશુ -પક્ષીઓને અને પર્યાવરણમાં નુકસાન થતું હોય સમગ્ર અમરેલી જિલ્લામાં ચાઈનીઝ તુ્કકલ, તેમજ પતંગ ચગાવવાના ચાઈનીઝ માંઝા/પ્લાસ્ટીક દોરીના ખરીદી, વેચાણ અને  ઉપયોગ પર તા. ૨૦/૧/૨૦૨૧ સુધી જાહેરનામા દ્વારા પ્રતિબંધ ફરમાવવમાં આવ્યો છે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત શિક્ષાને પાત્ર થશે.

Follow Me:

Related Posts