અમરેલીમાં જૂની બારપટોળીનાં હત્યાનાં મામલામાં ફરાર થયેલા પાંચેય આરોપીની ધરપકડ કરવામાં આવી
રાજુલા તાલુકાના જૂની બારપટોળી ગામ નજીક પ્રેમ સંબંધમાં ખેલાયેલા ખૂની ખેલમાં નિદોર્ષ વ્યક્તિના હત્યારા પાંચે’ય આરોપીને રાજુલા પોલીસે ઝડપી પૂછપરછ સાથે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જેમાં એક ૧૨ ગુનામાં સંડોવાયેલો હિસ્ટ્રીશીટર હોવાનું ખુલ્યું છે. રાજુલા તાલુકાના જૂની બારપટોળી ગામ નજીક પ્રેમસંબંધમાં ગત પ્રેમીના મિત્રની હત્યા નીપજાવવામાં આવી હતી. આ ઘટનામાં મૃતક મનુભાઈ ભોપાભાઈ મકવાણા (રે. જામકા) અને મિત્ર નાગભાઈ દડુભાઈ વણઝરને આરોપી એકતાબેન હમીરભાઈ લાખણોત્રા (રહે. જુનિ બારપટોળી) સાથે પ્રેમસંબંધ હતો.
જેમાં મનમેળ નહી રહેતા પ્રેમિકા એકતાબેન તથા સંબંધીઓ કનુભાઈ બાબુભાઈ લાખણોત્રા, નાગભાઈ વાસુરભાઈ વાઘ તથા અન્ય અજાણ્યા આરોપીઓએ કાવતરૂં રચ્યું હતું. તેણે પોતાના પ્રેમી નાગભાઈ દડંભાઈ વણઝરને જૂની બારપટોળી બોલાવતા મિત્ર કનુભાઈ સાથે મોટરસાઈકલ લઈને આવતા રસ્તામાં આંતરીને પ્રેમિકા એકતાબેન તથા સંબંધીઓ કનુભાઈ બાબુભાઈ તથા નાગભાઈ વાસુરભાઈ તથા અન્ય પ આરોપીઓએ લાકડીઓ અને લોખંડની પાઈપ વડે હુમલો કર્યો હતો. જેમાં નાગભાઈ દડુભાઈ વણઝર પોતાનો જીવ બચાવવા ભાગી જતા મિત્ર મનુભાઈ મકવાણાને માર મારતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા મહુવા બાદ ભાવનગર હોસ્પિટલમાં ખસેડતા સારવાર દરમ્યાન મોત થતા મામલો હત્યામાં પલટાયો હતો.
આ હત્યા બાદ જિલ્લા પોલીસવડાએ રાજુલા પોલીસને ભેદ ઉકેલવા સૂચના આપતા આરોપીને પકડવા અલગ અલગ ટીમો બનાવી પાંચ આરોપીને આજે ઝડપી પૂછપરછ શરૂ કરવામાં આવી છે. જે આરોપીઓમાં કનુ બાબુ લાખણોત્રા , નાગભાઈ વાજસુરભાઈ વાઘ , વિપુલ મેરાભાઈ કાસોટીયા , જયદીપ કાળુ ચૌહાણ , કાળુ મંગા મેર ને ઝડપી લઈને પુછપરછ ચાલુ કરી હતી, જેમાં હિસ્ટ્રીશીટર અને પાસાની હવા ખાઈ ચૂકેલો કનુ લાખણોત્રા સામે રાજુલા અને પીપાવાવમાં ૧૨ ગુના, નાગભાઈ વાઘ સામે સાવરકુંડલા અને ગીરગઢડામાં ત્રણ ગુના તથા જયદિપ ચૌહાણ સામે ગીરગઢડામાં એક ગુનો નોંધાયેલો હોવાનું પણ ખુલ્યું છે.
Recent Comments