અમરેલી

અમરેલીમાં તાપમાન 42.8 ડિગ્રી સુધી પહોચ્યુ, આકરી ગરમીથી લોકો પરેશાન થયા

આખો દિવસ આકાશમાંથી જાણે અગનવર્ષા થતી હોય તેમ લોકો અકળાઇ ઉઠયાં હતા. કાળઝાળ ગરમીને પગલે બપોરના સમયે લોકોએ ઘર બહાર નીકળવાનુ જ ટાળ્યું હતુ. ગરમીથી બચવા લોકો અનેકવિધ ઉપાયો અજમાવતા પણ નજરે પડી રહ્યાં છે. તો બપોરના સુમારે તો ઠંડાપીણાના વેપારીઓને ત્યાં લોકોની ભીડ પણ જોવા મળી હતી. આગામી દિવસોમા પણ તાપમાન ઉંચકાયેલુ રહે તેવી શકયતા જોવાઇ રહી છે

Related Posts