અમરેલી

અમરેલીમાં તા.૨૩ થી તા.૨૫ જૂન કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાશે

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૨ના સુચારું આયોજન માટે શિક્ષણ વિભાગ દ્વારા વર્ચ્યુઅલ બેઠક

યોજાઈ: મુખ્યમંત્રીશ્રીની ગરિમામય ઉપસ્થિતિ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી વર્ષ-ર૦૦૩થી ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે શાળા પ્રવેશપાત્ર બાળકોનું નામાંકન વધારવા શરૂ કરવામાં આવેલા શાળા પ્રવેશોત્સવની ૧૭મી શૃંખલા આગામી તા.ર૩ થી તા.રપ જૂન-ર૦રર દરમિયાન યોજાશે. જે અંતર્ગત આજે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને  મંત્રીમંડળના સભ્યશ્રીઓપદાધિકારી તથા ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે બ્રિફીંગ બેઠક યોજાઇ હતી. શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી અને શિક્ષણ રાજ્યમંત્રીશ્રી કિર્તીસિંહજી ઝાલા અને કુબેરભાઈ ડીંડોરની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં કાર્યક્રમના સફળ આયોજન માટે તમામ જિલ્લાના પદાધિકારીશ્રીઓ અને ઉચ્ચ અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

         અમરેલી જિલ્લામાં આગામી તા.૨૩,૨૪,૨૫ જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવશે. જિલ્લાના અને રાજ્યના અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ શહેર અને ગ્રામ્ય કક્ષાએ ધો.૧માં ૧૩,૫૪૬ વિદ્યાર્થીઓ પ્રવેશપાત્ર બાળકોને શાળામાં પ્રવેશ અપાવી અને જ્ઞાનનો દિપ પ્રજવલ્લિત કરવામાં આવશે.

       અમરેલી જિલ્લામાં શિક્ષણ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રવેશોત્સવની આગોતરી તૈયારી કરવામાં આવી છે. અમરેલી જિલ્લા કક્ષાના આયોજનમાં વિવિધ ક્લસ્ટર તૈયાર કરવામાં આવ્યા છે. આ ક્લસ્ટરમાં પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ કાર્યક્રમમાં જોડાશે. અમરેલી જિલ્લામાં કુલ ૭૬ ક્લસ્ટરમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારના ૮૦ રૂટ શાળા પ્રવેશોત્સવ માટે તૈયાર કરવામાં આવ્યા છે.

        આજરોજ યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાજિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવજિલ્લા પોલીસ વડા શ્રી હિમકર સિંઘજિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રેખાબેન મોવલિયા,  શિક્ષણ  તેમજ સંબધિત કચેરીના અધિકારીશ્રીઓકર્મચારીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા

Related Posts