અમરેલી

અમરેલીમાં ધર્મની લાગણી દુભાય તેવા મેસેજથી પોલીસ ટીમ એલર્ટ

અમરેલી શહેરના જૂદા જૂદા વોટ્‌સઅપ ગ્રુપમાં ધર્મની લાગણી દુભાય તેવા મેસેજ શેર થતા અમરેલી સીટી પોલીસની ટીમ એલર્ટ બની તપાસ શરૂ કરી હતી. જેમાં હરીશ હનીફભાઈ શેખ નામના શખ્સે મેસેજ શેર કર્યા હોવાનું ખુલ્યું હતું. આરોપીએ પોતાના મોબાઈલમાંથી લોકોની ધર્મની લાગણી દુભાય અને દુશ્મનાવટ ઉભી થાય તેવો મેસેજ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આરોપીએ વાયરલ કરેલો આ મેસેજ પોલીસના ધ્યાને આવતા તેના સામે ગુનો નોંધાયો છે.

અમરેલી જિલ્લા પોલીસ વડા દ્વારા તારીખ ૧૯ની જૂને સોશિયલ મીડિયા મારફતે અપીલ કરી હતી કે, સામાજિક ધર્મની લાગણી દુભાય તેવી એક પણ પોસ્ટ વાયરલ ન કરવી. છતા આરોપીએ પોસ્ટ વાયલ કરતા જિલ્લા પોલીસ હવે એક્શન મોડમાં આવી ગઇ છે અને સોશિયલ મીડિયા પર વોચ રાખી રહી છે.જ્ઞાનવાપી મસ્જિદને લઈને ચાલી રહેલી ટીવી શોમાં ભાજપની પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માએ આપેલા નિવેદનથી વિવાદ ઊભો થયો હતો. જે વિવાદ હજી પણ યથાવત જાેવા મળી રહ્યો છે. ત્યારે આ વિવાદ હવે અમરેલી સુધી પહોંચ્યો છે. અમરેલી શહેરના ૧ શખ્સે ‘જાન લેવા અને દેવા જેવા’ શબ્દોનો ઉપયોગ કરી ધર્મની લાગણી દુભાય તેવા શબ્દના મેસેજ શેર કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Related Posts