તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા આઈએએસ ઓફિસરોની ખૂબ જ મોટી સંખ્યામાં બદલી કરવામાં આવેલ જેમાં અમરેલીમાં પણ કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાના સ્થાને નવા કલેક્ટર શ્રી અજય દહીયા સાહેબની નિમણૂંક થતા આજરોજ આમ આદમી પાર્ટીના આગેવાનો નિકુંજભાઈ સાવલિયા,રવિભાઈ ધાનાણી,ભાર્ગવભાઈ મહેતા, રવિભાઈ બસીયા, સુખાભાઈ વાળા, કેવિનભાઈ ગજેરા,જે કે સોહલીયા સહિતનાઓએ કલેકટર શ્રી અજય દહીયા સાહેબનું અમરેલીમાં કલેકટર ઓફિસ ખાતે પુષ્પગુચ્છ આપીને ઉષ્મા ભર્યું સ્વાગત કર્યું હતું.
અમરેલીમાં નવા આવેલા કલેક્ટર સાહેબશ્રી નું ઉષ્માભર્યું સ્વાગત કરતા અમરેલી આમ આદમી પાર્ટીના આગેવાનો

Recent Comments