પરમ પૂજય પ્રમુખસ્વામી મહારાજના સંકલ્પે અને પરમ પૂજય મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી અમરેલી ખાતે શિખરબધ્ધ નૂતન બી. એ. પી. એસ. સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ થઈ રહેલ છે. રક્ષાબંધનના પાવન પ્રસંગે આ મંદિરની પ્રથમ શિલાનું સ્થાપન ગઢડા મંદિરના કોઠારી સંત પૂ. અધ્યાત્મસ્વરૂપ સ્વામીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.
આ શિલા સ્થાપન વિધીમાં ઠાકોરજીની વેદોક્ત મહાપૂજાનું આયોજન કરવામાં આવેલ. જેમાં અમરેલી શહેર તથા આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. પૂ. સંતો દ્વારા વેદોક્ત વિધિથી શીલાનું પૂજન કરી સ્થાપન કરવામાં આવ્યું. મંદિર નિર્માણમાં જોડાનાર તમામ કારીગરોને સન્માન કરવામાં આવ્યું. સાથોસાથ પૂ. સંતો દ્વારા હરિભક્તોને રાખડી બાંધી આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા. તેમજ શાસ્ત્રોકત વિધિ સાથે જનોઈ બદલવાની વિધિ પણ કરવામાં આવી હતી. આ સમગ્ર આયોજન અમરેલી મંદિરના સંત નિર્દેશક પૂ. સાધુચરિત સ્વામીના માર્ગદર્શન નીચે સંપન્ન થયું હતું.
Recent Comments