અમરેલી પાલિકાનાં વિપક્ષી નેતા સમીર કુરેશીએ ચીફ ઓફિસરને પત્ર પાઠવેલ છે.
પત્રમાં જણાવેલ છે કે, અમરેલી નગરપાલિકા ઘ્વારા સરકારનીગ્રાન્ટમાંથી લાખો રૂપિયાનાં ખર્ચે નાગનાથ મંદિર પાસે ઘણા સમય પહેલા ભભઈ-લાયબ્રેરીભભ માટે અદ્યતન બિલ્ડીંગ બનાવવામાં આવેલ છે જે હાલમાં બંધ હાલતમાં છે.
હાલ ગુજરાત રાજયમાં પોલીસ ભરતી, તલાટી કમ મંત્રી, ફોરેસ્ટરની ભરતી માટેની મહત્વની પરીક્ષાઓ સરકાર તરફથી લેવામાં આવી રહી છે અને આગામી સમયમાં પણ આવી મહત્વની ભરતીઓ આવનાર હોય. જેને અનસંધાને અમરેલી શહેરના વિદ્યાર્થીઓ આવી સ્પર્ધાત્મક પરીક્ષા પસાર કરવા માટે સતત વાંચન કરી રહેલ છે અને હાલ શહેરમાં અન્ય એક જ લાયબ્રેરી હોય જયાં આવા વિદ્યાર્થી પુષ્કળ પ્રમાણમાં વાંચન કરવા માટે એકઠા થતા હોય અને જેથી તેઓ પરીક્ષારૂપી સાહિત્યનું વાંચન કરી શકતા નથી. જેથી અમરેલી નગરપાલિકા પાસે લાયબ્રેરીની વ્યવસ્થા હોય અને તેને કાર્યરત કરવામાં આવે તો આવા વિદ્યાર્થીઓ આ લાયબ્રેરીનો લાભ લઈ શકે અને પોતાના ભવિષ્ય માટે પરીક્ષાની તૈયારી માટે આવી વ્યવસ્થાનો ઉપયોગ કરી શકે તે માટે ઈ-લાયબ્રેરી તાત્કાલીક કાર્યરત કરીને અમરેલી શહેરનાં તથા આજુબાજુના ગામડાના વિદ્યાર્થીઓ તેનો લાભ લઈ શકે તેવી વ્યવસ્થા કરવા અંતમાં માંગ કરેલ છે.
Recent Comments