રાજુલા તાલુકાના જૂની બારપટોળી ગામે પ્રેમી તેના મિત્ર સાથે લઈને પ્રેમિકાને મળવા ગયો હતો. આ સમયે પ્રેમિકાના સંબંધીઓએ મિત્રને પકડી પાડતાં પ્રેમી ભાગી છૂટયો હતો .જ્યારે તેની સાથે આવેલ તેના મિત્રને બેફામ માર મારતા ગંભીર ઈજાઓ થવાને કારણે તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.જેથી બનાવ હત્યામાં પરિણમ્યો હતો.આ અંગે ૮ જેટલા લોકો સામે હત્યાનો ગુન્હો નોંધી રાજુલા પોલીસે તપાસ હાથ ધરી હતી. રાજુલા તાલુકાના જૂની બારપટોળી ગામ નજીક પ્રેમ સમંધમાં પ્રેમી સાથે આવેલ મિત્રની હત્યા થતાં ચકચાર મચી ગઇ હતી.
રાજુલાના જામકા ગામે રહેતો મનુભાઈ ઉર્ફે મામયો ભોપાભાઈ મકવાણા ઉમર -૩૩ તેના ગામના ડ્રાઇવિંગ નો ધંધો કરતો યુવક તેના જ ગામનો મિત્ર નાગભાઈ દડુભાઈ વણઝાર ને જૂની બારપટોળી ગામની યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાથી યુવતીએ મળવા માટે બોલાવતા બંને બાઈક લઈને જૂની બારપટોળી ખાતે ગયા હતા.આ વખતે યુવતી અને તેના મળતીયાઓ દ્વારા પૂર્વ આયોજિત કાવતરૂં રચીને જૂની બારપટોળીથી નવી બારપટોળી વચ્ચે પહોંચતા રસ્તામાં દુકાન આગળ લોકો લાકડી અને લોખંડની પાઇપો લઈને સંતાયેલા હતા.
જેમાં યુવતીનો પારિવારિક સગા કનું લાખનોત્રા તથા ે નાગભાઈ વાસુરભાઈ વાઘ તેમજ અન્ય એક અજાણ્યો વ્યક્તિ આવી જઈને લાકડીનો ઘા માર્યો હતો.આ વખતેં ગાડી ચલાવી રહેલ મનુભાઈ એ વાહન ભગાડતા નહેરમાં સંતાયેલ અન્ય ચાર લોકો આવી ચડી અને ગાડીને ઘેરી લીધી હતી તે દરમિયાન પાછળથી ત્રણ લોકો પણ આવી ને બંને ને હથિયારો વડે બેફામ માર મારવામાં આવ્યો હતો.આ વખતે પ્રેમી નાગભાઈ વણઝર અંહિથી ખેતરોમાં નાસી છૂટયો હતો.જ્યારે તેનો મિત્ર સાથે લોકોના હાથે ચડી જતા તેને બેફામ માર મારવામાં આવ્યો હતો જેથી તેની ચિસો સાંભળીને બીકના મારે પ્રેમી યુવક ભાગી જતાં સાતેય લોકોએ માર મારવાથી મનું ને ગંભીર પ્રકારની ઈજાઓ થઈ હતી.
Recent Comments