અમરેલીમાં બાઈક સામે અચાનક બે સિંહ આવી જતા બે યુવાનો પટકાયા
ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર મધરાતે અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં બાઇક સવાર ઉના તરફથી રાજુલા તરફ આવતા હતા. ત્યારે જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ ગામ નજીક ૨ સિંહો અચાનક હાઇવે ઉપર આવી ગયા હતા. સિંહોને જાેઇને બાઇક ચાલક ગભરાઇ જતા બાઇક ઉપરથી પડી જવાના કારણે અકસ્માત સર્જાયો હતો. જાેકે, આ ઘટના જાેઇ સિંહો પણ ગભરાઈ રોડ નીચે દૂર નીકળ્યા હતા. આમ સિંહના કારણે આ અકસ્માત સર્જાયાના સમાચાર મળતા જાફરાબાદ વનકર્મીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા.
ઘટનામાં ૨૮ વર્ષીય મહેશ ઘેલુભાઈ અને ૩૫ વર્ષીય જીતુ ભીમાભાઈ ગોહિલ નામના બંને યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્થ થતા પ્રથમ રાજુલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે મહુવા હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા. આ અગાઉ પણ સિંહના કારણે એક અકસ્માત સર્જાયો હતો. રાજુલાના ભેરાઈ રોડ ઉપર કાર ચાલક સિંહને બચાવવા જતા કાર પલટી મારી ગઈ હતી. ત્યાર બાદ આજે ફરી ઘટના સામે આવી છે. હાઇવે ઉપર સિંહો સતત આંટાફેરા કરી રહ્યા છે, જે અતિ જાેખમી છે. ભૂતકાળમાં પણ અનેક સિંહોના મોત નિપજ્યા છે. જ્યારે સિંહોની સુરક્ષાની દ્રષ્ટિએ વનવિભાગ દ્વારા પેટ્રોલિંગ વધારવાની જરૂર છે.
Recent Comments