કેરીયારોડ ગ્રીનપાર્ક અમરેલી ખાતે બ્રહ્માકુમારીઝ અમરેલી ઘ્વારા બાબા કે નુરે રત્ન મધુબન નિવાસી બ્ર.કુ. સતીષભાઈ હેડ કવાર્ટર સંયોજક કલા અને સંસ્કૃતિ પ્રભાગ તથા ગીતકાર મા.આબુ તથા બ્રહ્માકુમારીઝ ચીમનભાઈ સીનીયર સરેન્ડર અને બ્ર.કુ. સુજીતભાઈના વરદ હસ્તે ઉદઘાટન કરવામાં આવેલ. સ્વાગત નૃત્ય કુમારી ખુશીએ રજૂ કરેલ. દિવ્ય અનુભૂતિ ભવન અમરેલીનાં સંચાલિકા બ્ર.કુ. ગીતાબેને શબ્દ સુમનથી સ્વાગત કરતા દિવ્ય અનુભૂતિ ભવનને એક વર્ષ પુરૂ થતાં તેના નિર્માણ અંગેની વિગતો જણાવેલ. બ્ર.કુ. સુજીતકુમારે શીવબાબાનછ યાદમાં ગીત રજુ કરેલ તેમજ યોગીતા બહેને સંગીત સાથે બાબાનું ગીત રજુ કરેલ. કુમાર યશ સત્યમભાઈએ નૃત્ય રજુ કરેલ. ઉદઘાટક બ્ર.કુ. સતીષભાઈએ અમરેલીમે ફેલી ખુશીયા કી અમરાઈ હૈ. નયે ભવનકી વાર્ષિક ઉત્સવકી સબકો બધાઈ હો. ગીત ગાઈને બધાને ડોલાવી દીધેલ. તેમણે જણાવેલ કે શીવબાબા કા પ્લાન ચલ રહા થા બ્ર.કુ. બારડભાઈ કો નિમિત બનાયા હૈ. મેરા દિલ ગાર્ડન ગાર્ડન બોલતા હૈ. પ્રથમવાર આવો રુહાનીયતવાળો ગાર્ડન જોયો.
ભારતકો ફૂલોકા બગીચા બનાના હૈ. સંગમયુગમાં ગોડલી ગાર્ડન બનાવ્યો છે. તમારૂ જીવન ફૂલોની જેમ મહેકતુ રહે, ખુશીયોથી સદા હસ્તોચહેરો રહે. બાબા બાગવાનસે બ્ર.કુ. બારડભાઈકા મનકા તાર જુડા રહે તેવી શુભકામના આપેલ. બ્ર.કુ. ગીતાબેહેને જણાવેલ કે શીવબાબાએ ટચ કરેલ એવા બ્ર.કુ. બારડભાઈએ રાત-દિવસ એક કરી જીજાન લગાવી દિલથી ગોડલી ગાર્ડન બનાવેલ છે. નાના બાળકોની જેમ વૃક્ષો વાવીને ઉછેર કરનાર તેમજ રાત-દિવસ પોતે તથા તેમની ટીમે મહેનત કરી જવાબદારીનો તાજ પહેરનાર શીવબાબાના ખુશ્બુદાર ફૂલ આદરણીય બ્ર.કુ. બારડભાઈનું સન્માન મધુબન નિવાસીના હસ્તે મધુબન માઉન્ટ આબુથી આવેલ ખેસ પહેરાવી પુષ્પગુચ્છ આપી બ્રહ્મામાં બાબાનો ટ્રાન્સ લાઈટીંગવાળો ફોટો તથા શીવબાબાના ઘરની સોગાતથી સન્માનીત કરવામાં આવેલ. આવુ સન્માન હજુ સુધી કોઈને મળેલ નથી એવું સન્માન મધુવન નિવાસી ઘ્વારા કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કરતા કરતા મીઠી મીઠી વાતો સંભળાવી હસાવનાર તથા દિલથી ખુશખુશાલ કરનાર બ્ર.કુ. કિંજલદીદીએ કરેલ. અંતમાં નયી દુનિયાની સ્થાપના કરવા ઝંડા ફરકાવી મેરા બાબા આ ગયા બ્ર.કુ. સતીશભાઈએ ગીત ગાઈને કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવેલ.


















Recent Comments