અમરેલી

અમરેલીમાં યોજાઈ કબડ્ડી ટુર્નામેન્ટ:  મતદાતા જાગૃત્તિ કાર્યક્રમ અન્વયે રમતના મેદાનથી મતદાન જાગૃત્તિનો સંદેશ

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત અમરેલી જિલ્લામાં વધુમાં વધુ માત્રામાં મતદાન થાય તેના માટે ટર્નઆઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. મતદાતા જાગૃત્તિ કાર્યક્રમ અન્વયે ગુરુવારે સાંજે અમરેલી સ્થિત સિનિયર સિટીઝન્સ પાર્ક ખાતે ભારતના ચૂંટણી પંચ દ્વારા નિમવામાં આવેલા જનરલ ઓબ્ઝર્વરશ્રી  એમ.કે.દ્રાબુ અને અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અજયકુમાર દહિયા અને ખર્ચ તેમજ ટર્નઆઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP)  નોડલ અધિકારીશ્રી પરિમલ પંડ્યાની પ્રેરક ઉપસ્થિતિમાં કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કબડ્ડી ટુર્નામેન્ટમાં ભાગ લેનારા ખેલાડીઓએ મતદાન જાગૃત્તિનો સંદેશ પ્રસરાવ્યો હતો. 

      કાર્યક્રમના પ્રારંભે જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા મતદાન જાગૃત્તિ અર્થે તૈયાર કરવામાં આવેલી કોલર ટ્યૂનનું જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અજય દહિયાના હસ્તે લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. આ કોલર ટ્યૂન જિલ્લા ચૂંટણી-વહીવટી તંત્રના જિયો મોબાઇલ ધારક અધિકારીશ્રીઓ અને કર્મચારીઓના મોબાઇલમાં વાગશે.    

આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી અજય દહિયાએ કહ્યુ કેમતદાન જાગૃત્તિ અર્થે સ્વીપ અને ટી.આઈ.પી. અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા જિલ્લાના ૧૨ લાખ જેટલા નાગરિકો સુધી મતદાન જાગૃત્તિનો સંદેશો પ્રસરાવવામાં આવ્યો છે. રમતના માધ્યમથી મતદાન જાગૃત્તિનો આ નવતર પ્રયોગ છે. મતદાનના દિવસે જિલ્લાના તમામ મતદાન મથકો પર પીવાનું ઠંડુ પાણીગરમીથી બચવા છાંયડો આપે તેવા શેડદિવ્યાંગ મતદારો માટે વ્હીલચેરમતદાન મથકો પર સહાયકોમહિલાઓ અને વરિષ્ઠ મતદારો માટે કતાર વ્યવસ્થાપન વગેરે આવશ્યક

સેવાઓ ઉપલબ્ધ રહેશે. દિવ્યાંગો માટે સક્ષમ એપ પરથી વ્હીલચેર બુક કરાવી શકાય છે અને સાથે સાથે તેમના માટે પરિવહનની સુવિધા પણ મેળવી શકાય છે.

       તેમણે ઉમેર્યુ કેજિલ્લામાં ચૂંટણીલક્ષી કોઈ પણ ફરિયાદ હોય તો ૧૯૫૦ નંબર પર ફોન કરી અને કંટ્રોલ રુમને જાણ કરી શકાય છે. યુવાનો ટેકનોલોજીના માધ્યથી C-VIGIL એપ પરથી ફોટો અને વીડિયો અપલોડ કરી અને ફરિયાદ કરી શકે છે. આ અંગેની રજૂઆતો માટે ચૂંટણીપંચ દ્વારા નિમવામાં આવેલા નિરીક્ષકશ્રીઓનો અમરેલી સ્થિત સર્કિટ હાઉસ પર રુબરુ સંપર્ક કરી શકાય છે.

           ટર્નઆઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) અને ખર્ચ નોડલ તેમજ અમરેલી જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યાએ કહ્યુ કેજિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય અને નાગરિકોને મતદાન માટે જાગૃત્તિ આવે તે માટે કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. તેના માધ્યમથી મતદાન જાગૃત્તિ સંદેશ પ્રસરાવવામાં આવી રહ્યો છે. આગામી તા.૭ મે૨૦૨૪ ને મંગળવારના રોજ મતદાન થશે. જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે સંકલ્પબદ્ધ થઈએ.

          કબડ્ડી ટુર્નામેન્ટમાં ભાઈઓની ૦૬ અને બહેનોની ૦૯ ટીમે ભાગ લીધો હતો. જેમાં અમરેલી પોલીસ હેડક્વાર્ટરકલાપી અમરેલીરાધે અમરેલીજાફરાબાદબાબરા અને લાઠીની ટીમોનો સમાવેશ  થાય છે. જ્યારે બહેનોની ૦૩ ટીમમાં બાબરાજાફરબાદ અને અમરેલીની ટીમનો સમાવેશ થાય છે. 

           આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી ગોહિલઅમરેલી વડીયા અને કુંકાવાવ પ્રાંત અધિકારીશ્રી નાકીયાનાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી કોટકસ્વીપ નોડલ અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ગોહિલજિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓવિવિધ ટીમના ખેલાડીઓ અને અમરેલીના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts