“સર્જન” ગ્રુપ અમરેલી ના ઉપક્રમે આગામી તા. ૧૬-૦૧-૨૦૨૨ રવિવાર ના રોજ લાઠી રોડ અમરેલી પરની “સનફ્લાવર પ્રિ સ્કુલ ” ના પટાંગણમાં સૌરાષ્ટ્ર ના દિગ્ગજ કવિઓ સર્વશ્રી સંજુ વાળા – કવિશ્રી સ્નેહિ પરમાર – કવિશ્રી હરજીવન દાફડા – કવિશ્રી કેતન કાનપરીયા -કવિશ્રી મુકેશ દવે – મુકેશ જોગી તેમજ નવોદિત કવિશ્રી અર્જુન દવે ની ઉપસ્થિતિમાં કાવ્યસાંજ ” છ અક્ષરનું ગામ” આયોજીત થયેલ છે.
આ કાવ્યસાંજ માં જાણીતા બાંસુરીવાદક શ્રી ડો. સંજીવ ધારૈયા દ્વારા સ્વરબદ્ધ કરેલી ઉપરોક્ત કવિઓની રચનાઓ નું ગાન શ્રી મનોજ ઠાકર, કુ. સોનલ જોશી અને સંજીવ ધારૈયા પ્રસ્તુત કરશે.. સર્જન ગ્રૂપના સર્વ શ્રી જયંત જોષી, સંજય ગોંડલીયા (બાપુ ),શ્રી રોહિત જીવાણી આયોજિત આ કાવ્ય સાંજ કાર્યક્રમમાં કાવ્ય અને સંગીતપ્રેમી સહુ નગરજનોને પધારવા રસીલું આમંત્રણ છે.
ReplyForward |
Recent Comments