fbpx
અમરેલી

અમરેલીમાં રવિવારેનાગદેવતાની પ્રાણ-પ્રતિષ્ઠા કરાશે

રાજમહેલનાં પટાંગણમાં બિરાજમાન નાગદેવતાનાં મંદિરે સમગ્ર સૌરાષ્‍ટ્રમાં સુપ્રસિઘ્‍ધ ર03 વર્ષ જુના નાગનાથ મંદિર સાથે જોડાયેલ નાગદેવતાને જર્મન સીલ્‍વરનું થાળુ પણ ચડાવાશે નાગદેવતા નિયમિત રાત્રીવાસ માટે નાગનાથ મંદિરે જતાં હોવાનું સૌ માને છે રવિવારે સવારે 8 કલાકે યજ્ઞ અને સાંજના 7 કલાકે પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે રાજમહેલ કમ્‍પાઉન્‍ડ અમરેલીમાં બિરાજમાન સ્‍વયંભુ ર03 વર્ષ જુનું પૌરાણિક, ઐતિહાસિક શ્રી નાગદેવતા મંદિર આવેલું છે. આ મંદિરનો ઈતિહાસ એક એવા પ્રકારનો છે કે શંકરભગવાનની શિવલીંગ દર વર્ષે સવા ચોખા વધે છે. પહેલાનાં વડીલોના કહેવા પ્રમાણે તેમના નાનપણમાં આ શિવલીંગ ખૂબ જ નાની હતી અને લીંગને સિકકો મારતા ત્રાંબા જેવો અવાજ આવતો. આ જગ્‍યા ઉપર એ સમયે એકમાત્ર શિવલીંગ સિવાય બીજું કંઈ હતું નહી. આ જગ્‍યામાં આગળના ભાગમાં રહેતા વયોવૃઘ્‍ધ બા ઘ્‍વારા આજથી પંદર-સત્તર વર્ષ પહેલાં જણાવ્‍યું હતું કે, હું જયારે ચાલીસેક વર્ષ પહેલા લગ્ન કરીને આવી અને ત્‍યારે વહેલી સવારે પાણી ભરવા જતાં ત્‍યારે આ મંદિરના નાગદેવતા અને નાગણીના દર્શન કરેલા છે અને એ વહેલી સવારે નાગનાથ મંદિર બાજુથી આવતા જોયા હતા. આજે પણ આ નાગદેવતાની શયન ઢોલિયા પથારી નાગનાથ મંદિરમાં થાય છે. આશિવલીંગની સામે જ અમરેલી પોલીસ કંટ્રોલ ઓફિસ હતી. ત્‍યાનાં પીએસઆઈ સુરેશ વ્‍યાસે દાદાને પ્રાર્થના કરી હતી કે દાદા જો તમે મારી ગાડીમાં બેસો તો હું તમને નગરયાત્રા કરાવું. એકવાર બન્‍યું પણ એવું કે અમુક સમય પછી નાગદેવતા તેઓની ગાડી પર બેઠા અને તેઓએ નાગદેવતાને અમરેલીની નગરયાત્ર કરાવી હતી. આવું મંદિરના ખૂબ જ જુના ભકત અને નિવૃત્ત પીએસઆઈ બાલાભાઈ પાઠકે કહૃાું હતું. આજ નિવૃત્ત પીએસઆઈ બાલાભાઈ પાઠક અને પોલીસ ડિમાર્ટમેન્‍ટનાં વિષ્‍ણુભાઈ વ્‍યાસ બંને આજ કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતા હતા અને એમના ઘ્‍વારા જ મંદિરનો જીર્ણોઘ્‍ધાર થયો હતો. 199પમાં આ મંદિરના પ્રથમ પૂજારી અને પોલીસ જમાદાર સુભાષગીરીબાપુ અને તેમના ધર્મ પત્‍ની શ્રીમતી લીલાબેન બંને પતિ-પત્‍ની આ મંદિરની સેવા-પૂજા કરતા અને ત્‍યારથી શ્રાવણ મહિનામાં આવતી નાગપંચમીની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. એ દિવસની નાગપાંચમ ઉજવણીમાં બરફના શિવલીંગની પધરામણી કરવામાં આવી હતી અને સત્‍યનારાયણની કથા તેમજ ગુંદી-ગાંઠીયા અને સુકીભાજીનું બટુક ભોજન કરાવવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ દર શ્રાવણ માસની નાગપંચમીની ઉજવણીમાં બટુક ભોજનની પ્રથા શરૂ થઈ ગઈ. આજે આ મંદિરનાં પટાંગણમાં શ્રી રાંદલમાતા, મહાકાળી માતાજી અને ધુણો, કાળભૈરવદાદા,શિતળા માતાજી મંદિર આવેલા છે. તેમજ આજે પણ આ મંદિરનાં પટાંગણમાં એક જ થડમાં લીમડો, પીપળો અને વડલાનું ત્રિવેણી સંગમ છે. ગયા બે શ્રાવણમાસથી 30 દિવસ રૂદ્રયાગ એટલે દરરોજનો એક લઘુરૂદ્ર એમ શ્રાવણ મહિનામાં દરરોજ લઘુરૂદ્ર કરવામાં આવે છે. દર મહિને આવતી શિવરાત્રીએ આખી રાત અભિષેક તેમજ સાંજના ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે. આ શિવલીંગ ઉપર હાલમાં ત્રાંબાનાં સવા મણનાં નાગદેવતા બિરાજમાન છે. આ મંદિરની ખાસીયત એ છે કે દાદાને મંદિરની છત નથી થતી. પરંતુ આસપાસના વૃક્ષો અને ત્રિવેણી સંગમ ઘ્‍વારા કુદરતી વાતાવરણ નિર્માણ થયેલ છે. આજ મંદિરના પટાંગણમાં કોમ્‍યુનીટી હોલ આવેલ છે જેમાં એક નાની એવી લાયબ્રેરીની શરૂઆત કરી છે. જેનો મુખ્‍ય આશય સરકારી નોકરીની તૈયારી કરતા ભાઈઓ-બહેનોને સરકારી નોકરીની તૈયારી કરવાનું શાંત વાતાવરણ મળી રહે તે છે. આ લાયબ્રેરી તદન વિનામૂલ્‍યે ચલાવવામાં આવે છે. જેમાં હાલ દસ ભાઈઓ સરકારી નોકરીની તૈયારી માટે આવે છે. આ મંદિરનાં ભકતો ઘ્‍વારા હાલમાં દાદાને જર્મન-સિલ્‍વરનું થાળુ, નાગદાદા, ગળતી, સતર, ત્રિશુલ બનાવવામાં આવ્‍યું છે તેની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું છે. શ્રી નાગદેવતા મંદિરમાં  થાળાની પધરામણી તા.ર4/1/ર0ર1ને રવિવાર સંવત ર077 પોષસુદ અગિયારસ, રોહિણી નક્ષત્ર અને અભિજીત મુર્હુતમાં કરવામાં આવી છે. આ થાળુ અને શ્રી નાગદેવતાની પ્રાણપ્રતિષ્ઠા સંવત ર077 પોષવદ ત્રીજને રવિવાર તા. 31/1/ર1નાં રોજ રાખવામાં આવેલ છે. આ દિવસે સવારે 8 કલાકે યજ્ઞનો પ્રારંભ અને સાંજના પ કલાકે યજ્ઞની પૂર્ણાહુતિ રાખવામાં આવેલી છે. તો સર્વ ધર્મપ્રેમી, શિવપ્રેમી ભકતોને રૂબરૂ આમંત્રણ સમજી પધારવા જણાવવામાં આવેલ છે.

Follow Me:

Related Posts