અમરેલીમાં રાજુલા તાલુકાની આરોગ્યલક્ષી કામગીરીનું નિરીક્ષણ કરવા આરોગ્ય અધિકારીએ વિજીટ કરી હતી. આરોગ્ય અધિકારી ડૉ. જયેશ પટેલે આરોગ્યલક્ષી કામગીરીનું નિરીક્ષણ કરવા માટે રાજુલા તાલુકાના વાવેરા અને ડુંગર સરકારી હોસ્પિટલની મુલાકાત કરી હતી. જ્યાં ફરજ પરના હેલ્થ વિભાગના સ્થાનીક કર્મચારીઓ સાથે સ્થાનીક સ્થિતિની કેટલીક માહિતીઓ મેળવી હતી.
રાજુલાના વાવેરા અને ડુંગર સરકારી હોસ્પિટલની આરોગ્ય અધિકારીએ મુલાકાત લઈ કોવિડ રસીકરણ, વાહકજન્ય રોગોને અટકાવવા, ફેમિલી પ્લાનિંગનો વ્યાપ વધારવો, બિનચેપી રોગોનું સ્ક્રીનીંગ, નવા સબ સેન્ટરના બાંધકામ, સ્વચ્છતા અભિયાન સહિતની વિવિધ કામગીરીની વિગતવાર માહિતી મેળવી હતી. જેમાં અત્યાર સુધીની કામગીરીની પ્રશંસા કરી હતી.
આરોગ્યલક્ષી કામગીરીને વધુ ઝડપી બનાવવા અને આગામી સમયમાં જો કોવિડની ચોથી વેવ આવે તો તેની તકેદારી અને પ્લાનિંગ બાબતે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એન.વી.કલસરિયા સાથે ચર્ચા કરી જરૂરી સૂચનો પણ આપ્યા હતા. તેમજ ડો.પટેલ દ્વારા માતા અને બાળકોને આરોગ્ય સેવાઓ સમયસર મળી રહે તેના પર ભાર મૂકી આરોગ્ય બાબતે લોકોમાં જાગૃતતા લાવવા સૂચના આપી હતી.
- હેલ્થ વિભાગના સ્થાનીક કર્મચારીઓ સાથે આરોગ્ય અધિકારીએ સ્થાનીક સ્થિતિની કેટલીક માહિતીઓ મેળવી
- આરોગ્યલક્ષી કામગીરીને વધુ ઝડપી બનાવવા અને કોવિડને લઈ તકેદારી રાખવા જરૂરી સૂચનો આપ્યા
Recent Comments