fbpx
અમરેલી

અમરેલીમાં રાત્રી કર્ફયુનો ભંગ કરનાર વેપારીઓની દુકાનોને સીલ કરી દેવાઈ

અમરેલી શહેરમાં વ્‍હેલી સવારે 6 કલાક પહેલા અમરેલી શહેરમાં રાત્રી કર્ફયુ ભંગ બદલ અમરેલી શહેર વિસ્‍તારમાંજુના માર્કેયાર્ડ તેમજ હનુમાનપરા રોડ પર આવેલ (1) સુરતીવાળા અન્‍તુભાઈ દેશાણી કિસાન ટી સ્‍ટોલ, (ર) કિસાન કેન્‍ટીન, (3) ભૂરાની ચા, (4) કનૈયા ટી સ્‍ટોલ, (પ) ગેબી કૃપા ફરસાણ એન્‍ડ જનરલ સ્‍ટોર શોપ એકટ અધિનિયમ અને ગુજરાત સરકારની કોવિડ-19 માર્ગદર્શિકાનો ભંગ કરવા બદલ આજે ઉકત પાંચ દુકાનો અમરેલી શહેર પોલીસ ઈન્‍સ્‍પેકટર જે.જે. ચૌધરી, અમરેલી શહેર પોલીસ સબ ઈન્‍સ્‍પેકટર વી.વી. પંડયા, અમરેલી નગરપાલિકા ચીફ ઓફિસર એલ.જી. હુણ, કોવિડ-19 લાયઝન અધિકારી દિપક ગલશીયા ઘ્‍વારા સીલ કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts