fbpx
અમરેલી

અમરેલીમાં લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી)નો લાયન વર્ષ ૨૦૨૩-૨૪ નો યોજાયેલ શપથગ્રહણ સમારોહ

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી)ના લાયન વર્ષ ૨૦૨૩-૨૪ ના નવા વરાયેલ પદાધિકારીઓનો શપથ ગ્રહણ
સમારોહ તા. ૦૨-૦૭-૨૦૨૩ ને રવિવારના રોજ લેઉવા પટેલ સમાજ વાડી ગજેરાપરા ખાતે યોજાયેલ હતો. ધ્વજ વંદના
લાયન અશ્વિનભાઈ ડોડીયા અને સ્વાગત ઉદ્દબોધન લાયન ભુપતભાઇ ભુવા દ્વારા થયા બાદ ખેસ તેમજ મોમેન્ટો આપી
માનવંતા મહેમાનોનું સ્વાગત કરવામાં આવેલ હતું. લાયન્સ ક્લબ્ઝ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ૩૨૩૨-જે લાયન વર્ષ ૨૦૨૧-૨૨
ના ડિસ્ટ્રીક્ટ ગવર્નર પી.એમ.જે.એફ. લાયન વસંતભાઈ મોવલીયાએ દીપપ્રાગટ્ય કરી નવનિયુક્ત ટીમને શુભેચ્છાઓ પાઠવી
હતી.
લાયન વર્ષ ૨૦૨૨-૨૩નો સેવાકીય અહેવાલ લાયન મહેશભાઈ એમ. પટેલ દ્વારા રજુ કરવામાં આવેલ હતો. લાયન
વર્ષ ૨૦૨૨-૨3 દરમિયાન થયેલ લાયન્સ ક્લબની વિશિષ્ટ માનવતાવાદી સેવાકીય કામગીરીમાં સતત સહયોગ આપવા બદલ શ્રી
મહેશભાઈ બારેવાડીયા, શ્રી ભરતભાઈ ચંદારાણા, શ્રી ભદ્રેશભાઈ બોદર, શ્રી પ્રદિપભાઈ રાઠોડ, શ્રી પંકજભાઈ હિરપરા, શ્રી
રાજનભાઈ પલેજા, શ્રી દિપકભાઈ રાઠોડ, કોમર્સ કોલેજના પ્રા. જે. એમ. તળાવીયા, બાલમુકુંદ જ્વેલર્સના શ્રી નીતિનભાઈ
રાજપરા, સુદર્શન નેત્રાલયના શ્રી કિર્તીભાઈ ભટ્ટ, ભૂરખીયા હનુમાનજી મંદિર ચેરીટેબલ ટ્રસ્ટના શ્રી ગોપાલભાઈ ચુડાસમા
તેમજ સદગુરુ કબીર સાહેબ સેવા ટ્રસ્ટ સાવરકુંડલાના મહંતશ્રી નારાયણ સાહેબ વતી શ્રી વિશાલભાઈ વ્યાસનું સવિશેષ સન્માન
કરવામાં આવેલ હતું. લાયન્સ સભ્યોમાં પોતાના વ્યાવસાયિક ક્ષેત્રમાં બઢતી મેળવનાર કે. કે. પારેખ કોમર્સ કોલેજના
પ્રિન્સિપાલ લાયન મહેશભાઇ પટેલ, આર.એફ.ઓ. તરીકે બઢતી મેળવનાર લાયન ભદ્રેશસિંહ પરમાર અને એનાઉન્સર તરીકે
ફરજ બજાવતા લાયન શરદભાઈ વ્યાસનું સવિશેષ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ હતું
લાયન્સ ક્લબ્ઝ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ૩૨૩૨-જે ના ડિસ્ટ્રીક્ટ ગવર્નર લાયન વર્ષ ૨૦૦૩-૦૪ વ શપથગ્રહણ
અધિકારીશ્રીનો પરિચય લાયન પ્રા. એમ. એમ. પટેલ દ્વારા આપવામાં આવ્યો હતો. ડિસ્ટ્રીક્ટ ગવર્નર લાયન વર્ષ ૨૦૦૩-૦૪
એમ.જે.એફ. લાયન ભરતભાઈ મહેતાએ લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી)ના લાયન વર્ષ ૨૦૨૩-૨૪ ના નવા વરાયેલ
પદાધિકારીઓમાં પ્રેસિડેન્ટ લાયન કિશોરભાઈ શિરોયા, સેક્રેટરી લાયન ઋજુલભાઈ ગોંડલીયા અને લાયન રમેશભાઈ ગોલ ,
ટ્રેઝરર લાયન બિમલભાઈ રામદેવપુત્રા તેમજ કેબિનેટના સભ્યશ્રીઓને સંગીતના સથવારે આગવી શૈલીમાં હોદ્દાના શપથ
લેવડાવી તેમની જવાબદારીઓથી વાકેફ કરાવેલ હતાં.
સમારોહના માનવંતા મહેમાનોમાં લાયન્સ ક્લબ્ઝ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ૩૨૩૨-જે ના ડિસ્ટ્રીક્ટ ગવર્નર લાયન
વર્ષ ૨૦૧૫-૧૬ એમ.જે.એફ. લાયન મીનાબેન મહેતા, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરપર્સન શ્રીમતી કંચનબેન ડેર,
ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ કેબિનેટ ટ્રેઝરર લાયન કાંતિભાઈ વઘાસિયા, એક્ઝિક્યુટિવ પી.આર.ઓ. લાયન પરેશભાઈ કાનપરીયા, રીજીયન
ચેરપર્સન લાયન મયંકભાઈ ગોસાઈ, ઝોન ચેરપર્સન નિલેષભાઈ ઠુંમર, માઈક્રો કેબિનેટ ઓફિસર લાયન જયેશભાઈ પંડ્યા, લેઉવા
પટેલ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિનેશભાઈ ભુવા, લાયન્સ ક્લબ ઓફ અમરેલી (રોયલ)ના પ્રમુખ લાયન દિવ્યેશભાઈ
વેકરીયા, લાયન્સ ક્લબ ઓફ અમરેલી (મેઈન)ના પ્રમુખ લાયન કૌશિકભાઈ હપાણી, અગ્રણી ઉદ્યોગપતિ શ્રી જયસુખભાઈ
દેસાઈ, પરિવર્તન ટ્રસ્ટના પ્રમુખ શ્રી શરદભાઈ ધાનાણી વગેરેએ નવનિયુક્ત ટીમને શુભેચ્છા પાઠવી વધુમાં વધુ માનવતાવાદી
સેવાકીય પ્રવૃત્તિઓને સમાજના નિમ્ન વર્ગ સુધી પહોંચાડવા અપીલ કરી હતી અને લાયન્સ પરિવારની નિસ્વાર્થ સેવા પરાયણ
પ્રવૃત્તિઓને બિરદાવી હતી.
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી)ના નવા વરાયેલા પ્રમુખ લાયન કિશોરભાઈ શિરોયાએ આગામી વર્ષની સેવાકીય
પ્રવૃત્તિઓને વેગ સંપન્નતા બક્ષતી ક્લબની પરંપરાને સતત આગળ ધપાવશે તેવી મનોકામના વ્યક્ત કરી વ્યાપાર તેમજ
સમાજની સાથોસાથ લાયનવાદના ઉદ્દેશો અને ધ્યેયને પાર પાડવામાં દરેક લાયન્સ મિત્રોને વર્ષ દરમિયાન ઓછામાં ઓછો એક
સેવાકીય પ્રોજેક્ટ આપી લાયનવાદની જ્યોતને વધુ પ્રજ્વલિત કરી સમાજના તમામ સ્તરને ઉપયોગી થવા અપીલ કરી હતી.
આભારદર્શન લાયન સાહસભાઈ ઉપાધ્યાય અને સભા સંચાલન લાયન શરદભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમને સફળ બનાવવા માટે લાયન પરેશભાઈ આચાર્ય, લાયન જીતુભાઈ ડેર, લાયન દિનેશભાઈ સોરઠીયા, લાયન
ભગવાનભાઈ કાબરીયા, લાયન બિમલભાઈ રામદેવપુત્રા, લાયન નરોત્તમભાઈ સાકરીયા, લાયન નરેશભાઈ જોગાણી, લાયન
નીતિનભાઈ રાજપરા, લાયન ડો. પ્રદીપભાઈ ધડુક, લાયન ડો. વિરલભાઈ ગોયણી, લાયન રમેશભાઈ ગોલ, લાયન રિધેશભાઈ
નાકરાણી, લાયન ડૉ. તુષારભાઈ બોરાણીયા, લાયન વિનોદભાઈ આદ્રોજા, લાયન રમેશભાઈ કાથરોટીયા, લાયન મુસ્તુફા
આફ્રિકાવાલા, લાયન અશ્વિનભાઈ સંપટ, લાયન અશોકભાઈ ઝાલા, લાયન કૌશિકભાઈ ટાંક, લાયન નૈનેશભાઈ સિંધવડ, લાયન
નિલેશભાઈ દેસાઈ, ભાર્ગવભાઈ ભંડેરી વગેરેએ જહેમત ઉઠાવી હતી તેમ લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી)ના સેક્રેટરી
ઋજુલભાઈ ગોંડલીયા જણાવે છે.

Follow Me:

Related Posts