લાયન્સ કલબ ઓફ અમરેલી મેઇન દ્વારા વિદ્યાસભા કેમ્પસમાં 7પમાં સ્વાતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી. જેમાં લાયન્સ ઇન્ટરનેશનલ ડીસ્ટ્રીકના ટ્રેઝરર અને પટેલ સમાજના પ્રમુખ કાંતિભાઈ વઘાસીયાના વરદ હસ્તે ઘ્વજ વંદન કરાવવામાં આવ્યું હતું તથા સંસ્થાના વ્યવસ્થાપક હસમુખભાઈ પટેલ, ચતુરભાઈ ખુટ, ડાયાભાઈ ગજેરા, ખોડાભાઈ સાવલિયા પ્રમુખ દિનેશભાઈ ભૂવા તથા કોલેજ અને સ્કૂલના સ્ટાફ અને વિદ્યાર્થી તેમજ લાયન્સ પરિવાર દ્વારા સ્વાતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી શીતલ કુલ પ્રોડકટ્સ લિમિટેડ કોર્પોરેટ ઓફિસ જીઆઇડીસી તથા શીતલ આઈસ્ક્રીમ એન્ડ રેસ્ટોરેન્ટ બસ સ્ટેશન સામે અમરેલી પર રક્તતદાન, ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ કરવામાં આવેલ. જેમાં પ1 બોટલ રક્તતદાન કરી સ્વાતંત્ર દિનની ઉજવણી કરેલ આ તકે વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી પણ રક્તતદાન કરેલ અને આ કોરોના સમયમાં જયારે લોહીની તંગી ઊભી થાય છે એવા સમયમાં પોતે આગળ આવી લોકોમાં રક્તતદાન કરવાની જાગૃતા લાવેલ અને કલબ દ્વારા ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ કરી ડાયાબિટીસ પ્રત્યે લોકોમાં જાગૃતતા લાવવાનો લાયન્સ પરિવાર દ્વારા આ સ્વાતંત્ર દિનની ઉજવણીરૂપે કાર્યક્રમ કરેલ. આ તકે પ્રમુખ દિનેશભાઈ ભૂવા, રજનીકાંત ધોરાજીયા, નંદલાલભાઇ તળાવીયા, જગદીશભાઇ તળાવીયા, પ્રકાશભાઈ સેંજલીયા, રાજેશભાઈ વિઠલાણી, જીતુભાઈ પ્રોફેસર જે.ડી. સાવલિયા, કૌશિક હપાણી, શિવલાલભાઈ હપાણી, રવિભાઈ કથીરિયા, અમિત સુખડિયા પ્રદીપ ભડકણ તથા કલબના મેમ્બરોની સાથે મધુભાઈ આજુગીયા સેક્રેટરી રેડક્રોસ તથા સ્ટાફ રાદડીયા વિપુલ કાઉન્સિલર, માનસી જોષી ટેકનિશયન, હરેશ સોલકી આસિસ્ટન,જયદીપ આસિસ્ટન, નિલેશ રામાણી હાજરી આપેલ તેમ રાજુભાઈ પરીખે યાદીમાં જણાવ્યું છે.
અમરેલીમાં લાયન્સ કલબ (મેઇન) દ્વારા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અને રકતદાન કેમ્પ યોજાયો

Recent Comments