fbpx
અમરેલી

અમરેલીમાં લાયન્‍સ કલબ (રોયલ) દ્વારા ઓકિસજન સેવાનો જનહિતાર્થે પ્રારંભ

રાજયમાં દરરોજ કોરોના સંક્રમિતોના ડરાવનારા આંકડાઓ સામે આવી રહ્યા છે. કોરોના મહામારીને અટકાવવા માટે રાજયસરકાર દ્વારા ખુબ જ અસરકારક પગલાઓ ભરવામાં આવી રહ્યાં છે આમછતાં સરકારના પ્રયાસો સામે કોરોના જાણે બે ડગલા આગળ હોય તેવુ લાગી રહ્યુ છે. કોરોના મહામારી દિવસેને દિવસે વધી રહી છે જેના કારણે રાજયના અનેક જિલ્લાની સરકારી અને ખાનગી હોસ્‍પિટલ ભરચક્ક જાવા મળી રહી છે. જેમાં અમરેલી જિલ્લાની કોવિડ હોસ્‍પિટલોમાં પણ દર્દીઓથી ઉભરાઈ રહી છે ત્‍યારે આ કપરા સમયે અમરેલી ફરી એકવાર દર્દીઓને કોઈ મુશ્‍કેલી ન પડે તે માટે સેવાકિય યજ્ઞમાં જાડાયુ છે.

જેમાં ખાસ કરીને સેવાકિય કાર્યમાં હરહમેંશ અગ્રેસર રહેનાર વ્રજ ફાઉન્‍ડેશન દ્વારા સમગ્ર જિલ્લાને પોતાનો પરિવાર માની જનતાના દુઃખને પોતાનુ દુઃખ સમજનારા વ્રજ ફાઉન્‍ડેશનના ચેરમેન વસંતભાઈ મોવલીયાના સહયોગથી લાયન્‍સ ક્‍લબ ઓફ અમરેલી રોયલ દ્વારા સંજાગ ન્‍યૂઝ ખાતેથી ઓક્‍સિજન સેવાનો પ્રાંરભ કરવામાં આવ્‍યો હતો. અમરેલી જિલ્લામાં કોરોના સંક્રમિતોનો આંકડો ધીમેધીમે રોજના પ0ની નજીક પહોંચી ગયો છે. તંત્ર દ્વારા કોરોના મહામારી સામે બાથ ભિડવા તમામ મોરચે પ્રયાસો કરી રહી છે. અમરેલી સહિત અન્‍ય શહેરોમાં પણ કોવિડ હોસ્‍પિટલ ખોલવા માટે જિલ્લા વહીવટી તંત્રએ મંજૂરી આપી દીધી છે. પરંતુ જે રીતે કોરોના સંક્રમિતોની સંખ્‍યા દિન-પ્રતિદિન વધી રહી છે તેને જાતા આ મહામારીને નાથવા માટે હવે જિલ્લાવહીવટી તંત્રએ રીતસરની કોરોના સામે બાથ ભીડી છે. કલેકટર સહીતના ઉચ્‍ચ અધિકારીની સીધી દેખરેખ નીચે જિલ્લાની તમામ કોવિડ હોસ્‍પિટલમાં દર્દીઓને કાબિલેદાદ કામગીરી આરોગ્‍ય તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.

આવા કપરા સમયે હર હમેંશ રાજય સરકાર અને તંત્ર સાથે ખભેખભા મીલાવી કામ કરનાર વ્રજ ફાઉન્‍ડેશન દ્વારા વધુ એક માનવતાવાદી પગલું ભરવામાં આવ્‍યું છે. જેમાં વ્રજ ફાઉન્‍ડેશનના ચેરમેન વસંતભાઈ મોવલીયાના સહયોગી લાયન્‍સ ક્‍લબ ઓફ અમરેલી રોયલ દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઓક્‍સિજન સેવાનો પ્રારંભ કર્યો છે. આ ઓક્‍સિજન સેવાની નોંધ સમગ્ર રાજયમાં લેવાઈ રહી છે. જે રીતે કોરોનાગ્રસ્‍ત દર્દીઓની વહારે સેવાકીય સંસ્‍થા આગળ આવી છે તેને જાતા નિઃસંકોચ પણે અન્‍ય સંસ્‍થાઓ આ સેવાની નોંધ લેશે તેમાં શંકાને કોઈ સ્‍થાન નથી. આ સેવાયજ્ઞમાં જિલ્લા સમાહર્તા આયુષ ઓક, જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા, વસંતભાઈ મોવલીયા, જલ્‍પેશભાઈ મોવલીયા, દિલીપભાઈ સાવલીયા, સુરેશ દેસાઈ,  દિવ્‍યેશ વેકરિયા, વિજયભાઈ ડોબરીયા, સંજયભાઈ રામાણી, વિજય વસાણી, રાકેશ નાકરાણી, જયસુખ સોરઠીયા, આશીષ ઠુંમર, વિવેક વસાણી, વર્શિલ મોવલીયા, વિનુભાઇ બુટાણી, રજનીભાઇ વસાણી સહિતના  આગેવાનો જોડાયાહતા.

Follow Me:

Related Posts