અમરેલીમાં વિશ્વ વયોવૃદ્ધ દિનની ઉજવણી નિમિત્તે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
આગામી ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ પૂર્વે અમરેલી જિલ્લા સહાય રાજ્યભરમાં મતદાન જાગૃત્તિ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. વિવિધ મતદાન જાગૃત્તિ કાર્યક્રમ દ્વારા મતદારોને મતદાન, મતદાનના મહત્વ અને મતદાન પ્રક્રિયા અંગે માહિતી આપવામાં આવે છે. અમરેલી ખાતે આવેલા ‘દીકરાનું ઘર’ વૃદ્ધાશ્રમમાં ‘વિશ્વ વયોવૃદ્ધ દિન’ની ઉજવણી કંઇક વિશેષ રીતે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ૮૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા મતદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં અમરેલી નાયબ કલેક્ટરશ્રી દ્વારા આગામી ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન કરવા અંગે માહિતી અને માર્ગદર્શન આપી મતદાન જાગૃત્તિ પ્રસરાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મતદારોને પોસ્ટલ બેલેટ, વ્હીલચેર સુવિધા, નિ:શુલ્ક વાહન વ્યવસ્થા સહિતની માહિતી આપવામાં આવી હતી. આ સાથે વયોવૃદ્ધ વ્યક્તિઓને શુભેચ્છાઓ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મામલતદારશ્રી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી, બાળ સુરક્ષા અધિકારીશ્રી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોબેશન ઓફિસરશ્રી સહિતના અધિકારી – કર્મચારીશ્રીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
Recent Comments