અમરેલીમાં વેપારી મહામંડળ દ્વારા આયોજિત બેઠકમાં રાજુભાઇ શીંગાળાનું ઉત્સાહભેર સન્માન કરાયું.
અમરેલીના આંગણે ગણેશ પાર્ટી પ્લોટ -ખાતે વેપારી મહામંડળ દ્વારા આયોજિત બેઠકમાં નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરીયા, લોકસેવક શ્રી મુકેશભાઈ સંઘાણી, અમર ડેરીનાં ચેરમેનશ્રી અશ્વિનભાઈ સાવલીયા, તેમજ વેપારી મહામંડળના આગેવાનો અને સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં વેપારી મહામંડળના પ્રમુખશ્રી બિરજુભાઈ અટારા, સારહી યુથ ક્લબના પ્રમુખ શ્રી મુકેશભાઈ સંઘાણી તથા વેપારી મહામંડળના સ્થાપક શ્રીસંજયભાઈ વણઝારા દ્વારા અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રીશ્રી રાજુભાઈ શીંગાળાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે યોજાયેલ બેઠકમાં વેપારી મહામંડળના તમામ પ્રમુખો અને મહામંત્રીઓની ઉપસ્થિતિ રહી હતી.
Recent Comments