અમરેલીમાં શિક્ષણ માફીયા બન્યા બેફામ વિદ્યાર્થી ની ફી ન ભરાતા માનસીક ત્રાસ આપતા માફીયાઓ સામે કડક પગલા લેવ માંગણી કરતા યુવક કોંગ્રેસના આગેવાનો
ગુજરાત રાજય શિક્ષણ બોર્ડ દ્વારા ઉચ્ચતર માધ્યમીક અને માધ્યમીક વર્ગના પરીક્ષાની તારીખ જાહેર કરી આપવામાં આવી છે, ત્યારે અમરેલીના અમુક ખાનગી શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થી અને વાલીઓને ફી ભરી અને રીસીપ્ટ લઈ જાવ તેવી બાબતે પજવણી કરતા હોય તેની ફરીયાદ પ્રાપ્ત થતા અમરેલી જીલ્લા યુવક કોંગ્રેસના આગેવાનો રોષે ભરાયા છે. પ્રાપ્ત વિગત અનુસાર ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા વિદ્યાર્થીને રિસીપ્ટ આપવા નો આદેશ આવી ચુકયો છે, પરંતુ વર્તમાન સ્થીતી ને અનુલક્ષીને કોઈ ગરીબ કે એવા મધ્યમ વર્ગના વાલી થી ફી ની ભરપાઈ ન કરી શકાય એમ હોવા ફી ભરેલ ન હોય જેથી અમુક અમુક ખાનગી શિક્ષણ માફીયાઓ દ્વારા આ ફી ન ભરનાર વાલી અને વિદ્યાર્થીઓને માનસીક ત્રાસ આપી રહયા હોય જે ખુબ ગંભીર બાબત છે, જેથી શિક્ષણ અધિકારી આવા મોર્નીયા વિરૂધ્ધ તુરંત કાર્યવાહી કરે અન્યાથા ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરી શિક્ષણ અધિકારીની કચેરી અને આવી ખાનગી શાળાની સામે આંદોલન કરવાની પડશે તેવું અમરેલી જીલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ દેવરાજ બાબરીયા તેમજ તેજસ મસરાણી દ્વારા જણાવવામાં આવ્યું છે.
Recent Comments