શહેરને સ્વચ્છ અને સુઘડ રાખવા પોતાનાં આરોગ્યની ખેવના ન કરનારા સફાઈ કામદારો શહેરની જનતાનાં જન આરોગ્યઅર્થેનાં વોરિયર્સ લેખાય છે. અમરેલી શહેરમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનારા સફાઈ કામદારોનું સન્માન કરી પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા.
પ્રાપ્ત વિગત મુજબ આઝાદીનાં પંચોતેર વર્ષ બાદ લોકો હાઈફાઈ ટેકનોલોજી સાથે કદ મિલાવી રહેલ છે પરંતુ શહેરનાં પ્રબુઘ્ધ નાગરિકોની વિચારધારા બદલતી નથી. પોતાની દુકાન, ધંધા-રોજગાર, ઘરનો કચરો કચરા ટોપલીમાં નાખવાનાં બદલે જાહેર રોડ ઉપર ફેંકી પોતાની નબળી માનસિકતાનો દોષ પાલિકાતંત્ર ઉપર ઠોકી બેસાડતા હોય છે. ભભશહેર સ્વચ્છ તો શહેરીજનો સ્વસ્થભભ સુત્રને તમામ શહેરીજનોએ અપનાવી ભભઆપણું આંગતું આપણું ઘરભભ તેને આપણે જ સાફ રાખી સરકારનાં સ્વચ્છતાઅભિયાનને ઉજાગર કરીએ તેવો સંકલ્પ કરશે ત્યારે શહેરની બજારો, ગલીઓ આપો આપ ચોખ્ખી દેખાશે અને સરકારનું અભિયાન સર્વનાં પુરૂષાર્થથી સફળ લેખાશે બાકી તંત્ર પાસે મર્યાદિત વ્યવસ્થા હોય છે. જેને નજર સમક્ષ રાખી તમામ શહેરીજનોએ પોતાની વિચારધારાને બદલી આપણું શહેર આપણા થકી જ સ્વસ્થ રહે તેવી ભાવના કેળવવી જરૂરી છે.
અમરેલી શહેરમાં સ્વચ્છતાનાં મસીહા અને ખરા સફાઈ વોરિયર્સ લેખાતા સફાઈ કામદારોની આવી જ સફાઈ કામગીરીને બિરદાવવા અમરેલી નગરપાલિકા કચેરીમાં પાલિકા પ્રમુખ મનિષાબેન ચંદુભાઈ રામાણી, કારોબારી ચેરમેન સુરેશભાઈ શેખવા, સેનેટરી ઈન્સ્પેકટર એચ.જે. દેસાઈ સહિતનાંઓએ શહેરમાં આઝાદીનાં 7પ વર્ષનાં ભાગરૂપે ભભઆઝાદી કા અમૃત મહોત્સવભભ કાર્યક્રમ અંતર્ગત શ્રેષ્ઠ કામદારોનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવેલ હતું. આ તકે પ્રમુખે શહેરીજનોને પોતાનો કચરો જાહેરમાં ન ફેંકી કચરા વાહનમાં જ નાખવા અપીલ કરેલ હતી.
Recent Comments