સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત અમરેલી નગરપાલિકાના સફાઈકર્મીઓ અને તેમના પરિવારજનો- આશ્રિતોની આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી. સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ખાસ સફાઈ કામદારોના આરોગ્યની કાળજી માટે સફાઈ મિત્ર સુરક્ષા શિબિરના માધ્યમથી સફાઈકર્મીઓ અને તેમના આશ્રિતોનું પ્રિવેન્ટીવ હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. સફાઈ કર્મીઓના ડાયાબિટીસ, બીપી, હાઈટ, વેઇટ વગેરે આરોગ્યલક્ષી તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત નગરપાલિકાના પ્રમુખ શ્રી બીપીનભાઈ લીંબાણી સહિતના મહાનુભાવના હસ્તે સેફટી જેકેટનું પણ સફાઈ કર્મીઓને અને વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી રાત્રિના સમયે સફાઈ કરતી વખતે સફાઈ કર્મીઓની સેફટી જળવાઈ રહે. સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ઝુંબેશ સ્વરૂપે સફાઈ કરવામાં આવી રહી છે, આ સાથે કર્મીઓની આરોગ્યની કાળજી તંત્ર દ્વારા લેવામાં આવી રહી છે. નગરપાલિકા કચેરી ખાતે આયોજિત આ સફાઈ મિત્ર સુરક્ષા શિબિરને સફળ બનાવવા માટે સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રી એન.બી. ચાવડા, સીટી મેનેજર શ્રી નિકુંજ રામાણી, શ્રી જય સગર સહિત નગરપાલિકાના આરોગ્ય શાખાના કર્મીઓએ જહેમત ઉઠાવી હતી.
અમરેલીમાં સફાઈકર્મીઓની સાથે તેમના પરિવારજનોની આરોગ્ય તપાસણી

Recent Comments