અમરેલીમાં સોશિયલ મીડિયા પર પોલીસની નજર, ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ કરનારની ખેર નથી
અમરેલી જીલ્લાની પોલીસ હવે સોશિયલ મીડિયા પર કોઇ ધર્મની લાગણી દુભાય તેવી ધાર્મિક પોસ્ટ કરનારની હવે ખેર નથી. અમરેલી સાયબર ક્રાઇમની ટીમ ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરશે.
અમરેલી જીલ્લાની જાહેર જનતા ને જાણ કરવામાં આવે છે કે હાલમાં ચાલી રહેલ ધાર્મિક તહેવારો દરમ્યાન અમુક અસામાજીક તત્વો દ્વારા જાહેર સુલેહ શાંતિ ડહોળવા અને કોમ – કોમ વચ્ચે વૈમનસ્ય પેદા કરવા માટે સોશ્યલ મીડિયા પર શાંતિ ભંગ કરતી પોસ્ટ મૂકી જાહેર શાંતિને ડહોળવાનો પ્રયાસ કરતા હોવાનું જાણવા મળેલ છે . જેથી તમામ જાહેર જનતાને જણાવવામાં આવે છે કે , કોઇ પણ વ્યક્તિ આવી વિવાદિત પોસ્ટ શેર કરી ગેરકાયદેસર પ્રવૃતિ કરશે અથવા કોઈ પણ વ્યક્તિ મારફતે કરાવશે તો તેઓ વિરૂધ્ધ કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે .
અમરેલી જીલ્લા પોલીસ દ્વારા વોટસએપ ઇન્સ્ટાગ્રામ , ફેસબુક અને ટવીટર જેવા તમામ સોશયલ મીડિયા પ્લેટફોર્મ પર અલગ અલગ ટીમ દ્વારા વોચ રાખવામાં આવી રહી છે . જેથી કાયદો અને વ્યવસ્થા તેમજ જાહેર સુલેહ શાંતિ જળવાઇ રહે તે માટે આવી ખોટી અફવામાં ન આવવા અને વિવાદિત પોસ્ટ શેર ન કરવા અપીલ કરવામાં આવે છે . વધુમાં આવી કોઈ ધાર્મિક લાગણી કે વૈમન્સય પેદા કરતી પોસ્ટ આપના ધ્યાને આવે એટલે અન્ય કોઈ વ્યક્તિ કે ગ્રુપમાં ફોરવર્ડ ના કરતા તાત્કાલિક સાયબર ક્રાઈમના ઉપર જણાવેલ નંબર પર જાણ કરવા જણાવવામાં આવે છે તેમજ આવી પોસ્ટની પોલીસ ને જાણ કરનાર વ્યક્તિની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે .
Recent Comments