fbpx
અમરેલી

અમરેલીમાં ૧૨ બેંકો દ્વારા ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ હેઠળ ૫૩.૭૮ કરોડની ૭૩૫ લોન મંજૂર કરી વિતરણ કરાયુ

ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના વડપણ હેઠળ કુલ ૧૨ બેંકો (૧૦ રાષ્ટ્રીયકૃત,સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક,એચ.ડી.એફ.સી બેંક) ૭૩૫ લોન અરજીઓ ગ્રાહ્ય રાખી કુલ ૫૩.૭૮ કરોડ રૂપિયાની ધિરાણ મંજૂર કરી વિતરણ કરવામાં આવ્યું હતું.

નાના ઉદ્યોગો અને લઘુ વેપાર પર કોરોનાના સમયગાળામાં માઠી અસરો પહોંચી છે. કેન્દ્ર અને રાજ્યની સરકાર દ્વારા તમામ બેંકોને લઘુ વેપારીઓ અને ઉદ્યોગને ફરીથી સશક્ત બનાવવા માટે ઝડપભેર લોન આપવા માટે નિર્દેશ આપવામાં આવ્યા હતા જેના અનુસંધાને બેંકો દ્વારા જિલ્લા સ્તરે ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી વિશાલ સક્સેનાએ જણાવ્યુ હતું કે બેંકોના કામ લોકોના જીવન અને આર્થિક વ્યવહાર સરળ અને સુગમ બનાવવા માટે ધિરાણ વધારવાનું અને વિભિન્ન સરકારી યોજનાઓનું ત્વરિત અમલીકરણ કરે એ જરૂરી છે. લોકોને સરકાર દ્વારા જાહેર કરાયેલ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન સુરક્ષા વીમા યોજના, અટલ પેંશન યોજના જેવી યોજનાઓનો લાભ લોકોને સમજાવીને લેવા પ્રેરિત કરવા જોઈએ.

કાર્યક્રમમાં અમરેલી એસ.બી.આઈ ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા RSETI BAZZARમાં તાલીમાર્થીઓ દ્વારા બનાવેલ પ્રોડક્ટનું નિદર્શન કરવામાં આવ્યું હતું તેમજ SBI RSETIને લગતા સ્કિલ ડેવલપમેંટ તાલીમ વિષેની જાણકારી આપવામાં આવી હતી.

આ ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમમાં એસ.બી.આઈ.ના રિજનલ મેનેજર શ્રી અજય જોબનપુત્રા, લીડ બેંકના ચીફ મેનેજર શ્રી અનિલ ગહલોત તથા ૧૨ બેંકોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ નાબાર્ડના મેનેજર શ્રી જિગ્નેશ ઝાલા દ્વારા નાગરિકો માટે સત્યનિષ્ઠા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.

Follow Me:

Related Posts