અમરેલીમાં ૩૬ જુગારીઓને ઝડપી પાડતી એલસીબી પોલીસ
અમરેલી જિલ્લામા જુગારની બદીને ડામવા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામા આવી હતી. પોલીસે જિલ્લામા ૫ મહિલા સહિત ૩૬ જુગારીને ઝડપી લીધા હતા. પોલીસે કુલ રૂપિયા ૧.૯૧ લાખનો મુદામાલ કબજે લઇ કાર્યવાહી હાથ ધરી હતી. એલસીબી પોલીસે બાબરાના અમરાપરામા જાહેરમા જુગાર રમી રહેલા રેખાબેન વિનુભાઇ રાઠોડ, ચંપાબેન સવજીભાઇ વાઘેલા, આશાબેન લાખાભાઇ ચાવડા, જયશ્રીબેન ભરતભાઇ, સંગીતાબેન દિનેશભાઇ, ભુપત સુરા ગળીયાને ઝડપી લઇ કુલ રૂપિયા ૧૬૩૨૦નો મુદામાલ કબજે લીધો હતો. જયારે ખાંભાના બોરાળામા કિશોર બાલુ મકવાણા, જીતુ બાલુ મકવાણા, પાચા જીણા વેગડને ૫૯૦ની મતા સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા. જયારે દામનગરમાથી જયંતી સોમા ઓગાણીયા, કાળુ નાનજી ભેસાણીયા અને હરેશ બાવભાઇ નાવડીયાને ૧૫૯૦ની મતા સાથે ઝડપી પાડયા હતા. જયારે રામપરા-૨માથી કાળુ કથડ વાઘ, જીવણ ટપુ રામ સહિત છ શખ્સોને ૧,૪૮,૮૫૦ના મુદામાલ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા. તો ચલાલા માર્કેટયાર્ડ પાસેથી સુનીલ સવજી સોલંકી, ભાવેશ રામજી રાજયગુરૂને ૩૮૦ની મતા સાથે તેમજ અમરેલીમા ગાંધીબાગ પાસેથી વરલી મટકાનો જુગાર રમાડી રહેલા પંકજ નવનીત મહેતાને ૩૫૭૦ની મતા સાથે ઝડપી લીધો હતો. જાફરાબાદમાથી પણ છ જુગારી અને ઇંગોરાળામાથી બે જુગારીને ઝડપી લઇ જિલ્લામાથી કુલ ૩૬ જુગારીને ઝડપી લઇ કુલ રૂપિયા ૧,૯૧,૭૨૦નો મુદામાલ કબજે લીધો હતો.
Recent Comments