અમરેલીમાં 40 ડિગ્રીને પાર ગરમી, તાપમાનનો પારો ઉંચકાતા લોકો અકળાયા

જે અમરેલી શહેરનુ મહતમ તાપમાન 42 ડિગ્રી નોંધાયુ હતુ. જયારે ન્યુનતમ તાપમાન 25.4 ડિગ્રી રહ્યું હતુ. તો હવામા ભેજનુ પ્રમાણ 69 ટકા અને પવનની પ્રતિ કલાક સરેરાશ ગતિ 8.3 કિમીની નોંધાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલીમા પાછલા કેટલાક દિવસોથી ગરમીનો પારો નીચે ઉતરવાનુ નામ લેતો નથી. જેના કારણે આકરો તાપ પડી રહ્યો છે. તો ધારી પંથકમા પણ તાપમાનનો પારો ઉંચકાયેલો રહેતો હોય અહી પણ આકરી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયાં છે.
Recent Comments