અમરેલી

અમરેલીમા ગાવડકા નજીક કાર ઝાડ સાથે અથડાતાં યુવકનું મોત

અમરેલીમા રહેતો એક યુવક પોતાની પત્ની અને પુત્ર સાથે કાર લઇને જુનાગઢથી અમરેલી તરફ આવી રહ્યો હતો ત્યારે ગાવડકા નજીક કાર ઝાડ સાથે અથડાતા યુવકનુ મોત નિપજયું હતુ જયારે મહિલાને ઇજા પહોંચતા સારવારમા ખસેડાઇ હતી.કાર ઝાડ સાથે અથડાતા યુવકના મોતની આ ઘટના અમરેલીના ગાવડકા નજીક બની હતી. અહીના હનુમાનપરા પાઠક સ્કુલ સામે રહેતા ભુપેન્દ્રસિંહ પ્રભાતસિંહ ચૌહાણ તેમના પત્ની શિલ્પાબેન અને પુત્ર મલયસિંહ એમ ત્રણેય કાર નંબર જીજે ૧૧ એસ ૨૫૮૬ લઇને જુનાગઢથી અમરેલી તરફ આવી રહ્યાં હતા.

ભુપેન્દ્રસિંહે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઇ પડતા તેમને ગંભીર ઇજા પહોંચતા તેમનુ મોત થયુ હતુ. જયારે તેમના પત્ની શિલ્પાબેનને ઇજા પહોંચતા સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. બનાવ અંગે ધર્મેન્દ્રસિંહ ચૌહાણે અમરેલી તાલુકા પોલીસ મથકમા જાણ કરી હતી.

Related Posts