અમરેલીમા હઠીલા હનુમાન મંદિર નજીકથી દબાણો દૂર કર્યા

અમરેલીમા હઠીલા હનુમાન મંદિર નજીક એક તરફ ગંદકીના ગંજ છે ત્યારે બીજી તરફ અહી મોટી સંખ્યામા દબાણો પણ ખડકાયા હતા. પાલિકાએ ગઇરાત્રે અહી એકસાથે ૧૪ દબાણો દુર કર્યા હતા.હઠીલા હનુમાન મંદિર નજીક પાછલા કેટલાક સમયથી કેબીનો અને તેના પાકા બાંધકામોના દબાણો વધતા જતા હતા. શહેરનો આ ગીચ વિસ્તાર છે, રસ્તાની વચ્ચે જ હઠીલા હનુમાન મંદીર છે. એક તરફ શહેરની માર્કેટના વેપારીઓ આ રસ્તા પર મોટા પ્રમાણમા ગંદકી ફેંકે છે. તો બીજી તરફ મંદિરની બાજુમા જ ધીમેધીમે કેબીનોના દબાણો થવા લાગ્યા હતા. અહી ૧૪ કેબીનો ખડકાઇ ગઇ હતી એટલુ જ નહી ત્રણ કેબીન ધારકે તો પાકા ઓટા ખડકી દીધા હતા અને પતરા પણ દિવાલમા ચણી લીધા હતા. આખરે પાલિકાએ ગઇરાત્રે અહી ડિમોલીશન હાથ ધરી તમામ ૧૪ કેબીનો અહીથી હટાવી લીધી હતી. અને પાકુ બાંધકામ પણ તોડી પાડયુ હતુ.
Recent Comments