અમરેલી અંધાપા કાંડ મુદ્દે સરકાર વિધાનસભા માં ચર્ચા કરવા તૈયાર નથી સરકાર ચર્ચાથી ભાગે છે : કૉંગ્રેસ

ગુજરાત માં બહુ ચર્ચિત એવા અમરેલી શાંતાબા ગજેરા ટ્રસ્ટ સંચાલિત અમરેલી જનરલ સિવિલ હોસ્પિટલમાં માં 2 માસ પૂર્વ અંદાજે 25 જેટલા વ્યક્તિ ઓ ના જે આંખના મોતિયા ના ઓપરેશન કરવામાં આવ્યા હતા જેમાં ઘણા વ્યક્તિ ઓ ને પોતાની આંખ ની ગુમાંવવા નો વારો આવ્યો હતો પરિણામે તે વ્યક્તિ ઓ ને આજીવન અંધાપો આવ્યો છે ત્યારે અમરેલી શહેર કૉંગ્રેસ પ્રમુખ એડવોકેટ સંદીપ પંડ્યા દવારા ગુજરાત સરકાર માં 50 લાખ રૂપિયા ના વળતર ની માગણી કરાતા આ મુદ્દો કૉંગ્રેસ પક્ષ ગુજરાત વિધાનસભા ગૃહ સુધી લઈ ગઈ 116 મુજબ નોટિસ આપી ગુજરાત વિધાનસભા માં વિરોધ પક્ષ ના નેતા અમિત ભાઈ ચાવડા એ અને કૉંગ્રેસ પક્ષ ના ધારાસભ્ય શ્રી ઓ એ વિધાન સભા માં આ મુદ્દે રૂબરૂ સ્પીકર ને મળી ગૃહ માં ચર્ચા કરવા માગણી કરી પણ સરકાર શ્રી દાખલ નો કરી ને રિજેક્ટ કરી.
ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષ ના નેતા અમિતભાઈ અને કૉંગ્રેસ પક્ષ ની માગણી થતા છેવટે ગુજરાત વિધાનસભા ના સ્પીકર શ્રી એ આ મુદ્દે સમગ્ર પ્રકરણ ની માહિતી મેળવી વિધાનસભા માં રિપોર્ટ કરવા આરોગ્ય ખાતા ના મિનિસ્ટરને સૂચના આપી તેવું આજ રોજ કૉંગ્રેસ પક્ષ ના ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષ ના નેતા અમિત ભાઇ ચાવડા સાથે ટેલિફોનિક વાત ચિત થતા જણાવાયું છે.
Recent Comments