અમરેલી

અમરેલી અને કુંકાવાવ તાલુકાના 12થી વધું ગામોને સ્પર્શતા નોન પ્લાન રસ્તાઓના મજબૂતીકરણ અનેરિસરફેસના કામો માટે 12 કરોડ 55 લાખ જેવી માતબર રકમ મંજૂર કરાવતા અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા

ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી વિધાનસભાના કર્મઠ અને યુવાન ધારાસભ્ય કૌશિક વેકરિયા રાજ્ય સરકારને પોતાના મતવિસ્તારના વિકાસ કામો માટે સતત વાજબી રજૂઆતો કરતા રહ્યા છે. એમની આ રજૂઆતોને રાજ્ય સરકાર પણ ખૂબ જ ગંભીરતાપૂર્વક ધ્યાને લઈ, અમરેલીને અવનવા વિકાસકામોની ભેટ આપતી રહી છે. જે અન્વયે આજે અમરેલી મતવિસ્તારના ગામોના વધું 8 વિકાસકામો માટે રૂપિયા 12 કરોડ 55 લાખની માતબર રકમની મંજૂરી મળી છે. જે અંતર્ગત સાત વર્ષ કે તેથી વધું વર્ષના જૂના નોનપ્લાન રસ્તાઓનું મજબૂતીકરણ અને રિસરફેસ કામોને મંજૂરી મળતા આગામી દિવસોમાં આ કામો હાથ ધરાશે.

   આ રસ્તાઓના મજબૂતીકરણ અને રિસરફેસના કામ તાકીદે કરવા જરુરી હોવાથી ધારાસભ્ય કૌશિક વેકરિયાએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ મળીને રજૂઆત કરેલ. જે રજૂઆતને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગંભીરતાથી હાથ પર લઈ તાત્કાલિક આવા કામો મંજૂર કરતા કુંકાવાવ તાલુકાના કુલ 5 કામને અને અમરેલી તાલુકાના 3 કામને જોબ નંબર ફાળવી કુલ રૂપિયા 12.55 કરોડના કામોને મંજૂરી આપી દીધેલ છે. આ કામોમાં કુંકાવાવ તાલુકાના ઢૂંઢિયાપીપળીયા ચુડા રોડ નોન પ્લાન રસ્તા માટે રૂપિયા 80 લાખ, નવા ઉજળા નાની કુંકાવવ રોડ માટે 1 કરોડ 15 લાખ, કુંકાવાવ નાજાપુર રોડ 1 કરોડ 40 લાખ, સનાળા બાદનપુર રોડ 1 કરોડ 30 લાખ અને રામપુર સરધારપુર રોડ માટે રૂપિયા 90 લાખ મંજૂર કરવામાં આવેલ છે. તો અમરેલી તાલુકાના જસવંતગઢથી સ્ટેટ હાઈ વે સુધીના રોડ માટે 3 કરોડ, ચિત્તલ લાતીબજાર રોડ માટે 2 કરોડ અને શરમાળિયા પરા એપ્રોચ રોડ માટે રૂપિયા 2 કરોડની રકમની ફાળવણી કરવામાં આવી આમ ઉપર મુજબના કુલ 8 કામો અને 12 કરતા વધું ગામોને સ્પર્શતા રસ્તાને લગતા કામો માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 12 કરોડ 55 લાખ મંજૂર કરતા પંથકના ગામડાંઓમાં ખુશીનો માહોલ ફેલાયો છે.

Related Posts