fbpx
અમરેલી

અમરેલી અને કુંકાવાવ તાલુકાના ગામોમાં ફ્લડ પ્રોટેક્શન વોલના કંસ્ટ્રકશન કામ માટે 1 કરોડ 35 લાખ જેવી માતબર રકમ મંજૂર કરાવતા કૌશિક વેકરિયા

ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી વિધાનસભાના જાગૃત ધારાસભ્ય કૌશિક વેકરિયા રાજ્ય સરકારને જિલ્લાના સર્વાંગીણ વિકાસ માટેની રજૂઆતો સતત ભારપૂર્વક કરતા આવ્યા છે. જે અન્વયે નર્મદા, જળ સંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હેઠળના વિવિઘ ચાર કામોની મંજૂરી મળતા ટૂંક સમયમાં જ આ કામો શરુ કરવામાં આવનાર છે.

જેમાં અમરેલી તાલુકાના વડેરા ગામે રોકડીયા હનુમાન મંદિર પાસે ફ્લડ પ્રોટેક્શન વોલના કંસ્ટ્રકશન કામ માટે રૂપિયા 26.42 લાખ મંજૂર કરવામાં આવેલ છે. અમરેલી તાલુકાનાં દહિડા ખાતે પણ ફ્લડ પ્રોટેક્શન વોલના કંસ્ટ્રકશન કામ માટે રૂપિયા 31.15 લાખ જેવી રકમ મંજૂર કરવામાં આવી છે. એ જ રીતે કુંકાવાવ તાલુકાનાં નાની કુંકાવાવ ખાતે ફ્લડ પ્રોટેક્શન વોલના કંસ્ટ્રકશન કામ માટે રૂપિયા 45.58 લાખની રકમ તથા કુંકાવાવના દેવગામ પાસે ફ્લડ પ્રોટેક્શન વોલના કંસ્ટ્રકશન કામ માટે રૂપિયા 31.50 લાખની રકમના કામની સૈધાંતિક મંજૂરી મળતાં કુલ રૂપિયા 1 કરોડ 35 લાખ જેવી રકમના વિકાસકાર્યોની જનતાને ભેટ મળશે.આમ ઉપર મુજબના ગામોને સ્પર્શતા કામો મંજૂર થવાથી આગામી દિવસોમાં આ કામો ત્વરિત હાથ ધરી પૂર્ણ કરવામાં આવશે. એમ કૌશિક વેકરિયાની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે.

Follow Me:

Related Posts