અમરેલી અને લીલીયા ખાતે ૨૫ ઓગસ્ટના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
તાલુકા કક્ષાના પ્રશ્નોના નિકાલ/ઉકેલ માટે લોકોએ તેમની ફરિયાદ રજુ કરવા ઉચ્ચ કક્ષા સુધી જવું ન પડે, તે માટે તાલુકા કક્ષાએ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત ૨૫ ઓગસ્ટના અમરેલી મામલતદાર કચેરી અને લીલીયા મામલતદાર કચેરી ખાતે યોજાનાર કાર્યક્રમ માટેના પ્રશ્નો/ ફરિયાદો આગામી ૨૧ ઓગસ્ટ સુધીમાં મામલતદારશ્રીની કચેરી અમરેલી અને ૧૦ ઓગસ્ટ સુધી મામલતદારશ્રીની કચેરી લીલીયાને રૂબરૂ અથવા પોસ્ટ દ્વારા પહોંચાડવાની રહેશે. અરજીના મથાળે મોટા અક્ષરે “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” અવશ્ય લખવાનું જણાવેલ છે. આ કાર્યક્રમમાં સામુહિક, નીતિ વિષયક, કોર્ટમાં નિર્ણયાધીન પ્રશ્નો કે કર્મચારી વિષયક પ્રશ્નો રજુ થઇ શકશે નહિ જેની નોંધ લેવા અખબારી યાદીમાં જણાવેલ છે
Recent Comments