અમરેલી આરોગ્ય વિભાગ દ્વારા ૨૫ એપ્રિલ વિશ્વ મેલરીયા દિવસ ની ઉજવણી
અમરેલી ૨૫ એપ્રિલને ‘‘વિશ્વ મેલેરીયા દિવસ‘‘ તરીકે ઉજવવાનું વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા નકકી કરેલ છે. આ વર્ષે વિશ્વ મેલેરીયા દિવસની થીમ (Theme) “વઘુ સમાન વિશ્વ માટે મેલેરીયા સામેની લડાઇને વઘુ વેગ આપીએ”છે.મેલેરીયા મુકત ગુજરાત અભિયાન અંતર્ગત,મેલેરીયા નાબુદી માટે લોકોમાં જન જાગૃતિ આવે તે ખુબજ જરૂરી છે. મેલેરીયાએ માદા એનોફલીસ મચ્છ,રથી ફેલાતો રોગ છે.આથી જો મચ્છર ઉત્પતિ અટકાવવામાં લોકોનો સહકાર મળે તો ઝડપી મેલેરીયા મુકત ગુજરાત થઇ શકે.
મચ્છર ચોખ્ખા પાણીમાં ઇંડા મુકતા હોવાથી,ઘરની અંદર તથા આજુ-બાજુ પાણીનો ભરાવો ન થાય, ફુલદાની,કુલર,સીમેંન્ટપના ટાંકાઓ ,પાણીની કોઠીઓ,ટીપડાઓ વિગેરેનું પાણી દર અઠવાડીયે ખાલી કરી ઘસીને સાફ કરી તડકે સુકવીને નવુ પાણી ભરવું,તમામ પાણીના સ્ત્રોતો હવાચુસ્ત ઢાંકણથી બંધ રાખવા જોઇએ,કાયમી પાણીથી ભરાઇ રહેતા સ્થળોએ પોરાનાશક માછલી(ગપ્પી) મુકવી જોઇએ, તુટેલા માટલાઓ,ખાલી શીશીઓ,ડબલા,જુના ટાયરો, નાળયેરીની કાચલીઓનો નાશ કરવો કારણકે પાણી તેમાં ભરાવાથી ત્યાંી પણ મચ્છળર ઉત્પલતિ થાય છે.મચ્છરદાનીમાં સુવાની ટેવ પાડવી,મચ્છર અગરબતી કે રીપેલેન્ટનો ઉ૫યોગ કરો, વહેલી સવાર અને સંધ્યાદ સમયે તમારા મકાનોના બારી બારણાં બંધ રાખવા અને કડવા લીમડા નો ધુમાડો કરવો, શરીર પુરતું ઢંકાય તેવા કપડા પહેરવા.ચાલો સૈા સાથે મળીને આ૫ણી ટેવોને બદલી મેલેરીયા મુકત ગુજરાત બનાવીએ.
Recent Comments