અમરેલી

અમરેલી આહિર સમાજનો ભવ્ય જાજરમાન સમૂહ લગ્નોત્સવ યોજાયો  ૧૭ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા પડ્યા, વ્યોમ હો પૃથ્વી દંપતી હો સુમંગલમ વિશ્વ વિદ્યાલય બ્રહ્માકુમારી પૂજ્ય ગીતાદીદી નાં નવ દંપતી ઓને અંતર થી આશિષ

અમરેલી સમગ્ર દેશમાં શિક્ષણનો વ્યાપ વધતા હાલ દરેક સમાજ સમયની સાથે તાલ મિલાવીને દેખાદેખી રૂપી થતા લગ્નો પાછળ ના ખર્ચ ઘટાડી ને સમૂહ લગ્નો માં સમાજ સુધારણા રૂપી નવતર પહેલ કરતા જોવા મળી રહ્યા છે. અમરેલી જિલ્લા આહિર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા  અમરેલી ના ફોરવર્ડ સ્કૂલ ના ગ્રાઉન્ડ ખાતે ભવ્ય જાજરમાન છઠ્ઠા સમૂહ લગ્નોત્સવ નુ આયોજન ઇષ્ટદેવ શ્રી દ્વારકાધીશ ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યુ હતુ. આ સમૂહ લગ્નોત્સવમાં ૧૭ નવ યુગલો એ પ્રભુતામાં પગલા પાડયા હતા.જાજરમાન સમૂહ લગ્નોત્સવ માં આહિર સમાજે સાધુ સમાજની એક દીકરીને સાથે લગ્નોત્સવ માં જોડીને આશરા ધર્મને સાર્થક કરી સમાજસેવાનુ ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પડ્યું હતુ.

તો સમુહ લગ્ન સ્થળ પર જ વિશાળ સંખ્યામાં આહિર સમાજના યુવાનો હાજર હોય ત્યારે મહા રક્તદાન કેમ્પ યોજી રક્તદાન મહાદાન ના સંદેશા સાથે દર્દી નારાયણ ની સેવા ને પણ મહત્વ અપાયું હતુ. આ ભવ્ય સમુહ લગ્નોત્સવરૂપી સમજ સુધારણાના યજ્ઞમાં જોડાયેલા તમામ દીકરીઓને સમાજ ના ઉદારદીલ દાતાઓના સહયોગ થી ૨૭૨ જેટલી જીવન જરૂરી ટકાઉ ચીજવસ્તુઓ કર્યાવર ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. આ કાર્યક્રમ માં આયોજકો ના નિમંત્રણ ને માન આપી ખાસ ઉપસ્થિત રહેલા ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ સમાજની દીકરીઓને વધુમાં વધુ પ્રમાણ માં સમૂહ લગ્નોત્સવ માં જોડાઈ ને સમાજ સુધારણા રૂપી પહેલ ને ખુબ આગળ વધારવા અપીલ કરાઈ હતી. ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક એવા અમરેલી ના ધારાસભ્ય કૌશિક વેકરીયા દ્વારા પણ આહિર સમાજનો આશરા ધર્મ ને યાદ કરી આયોજકો અને સમૂહ લગ્નોત્સવ માં જોડાયેલ નવ દંપત્તિઓને બિરદાવ્યા હતા. જામનગર સાંસદ એવા આહિર સમાજના મહિલા અગ્રણી પૂનમ બેન માડમ દ્વારા અમરેલી જિલ્લા આહિર સમાજના દરેક સમૂહ લગ્નોત્સવ માં હાજરી આપીને પોતાના વક્તવ્ય માં વર્તમાન સમયની તાતી જરૂરિયાત રૂપી આ સમાજ સુધારણાના સેવાયજ્ઞ ને અવિરત તાલુકા લેવલ સુધી લઇ જવા અને સમાજના આગેવાનો  પોતાના સંતાનો ને પણ સમૂહ લગ્નોત્સવ માં ખાસ જોડવા અપીલ કરાઈ હતી.આ તકે લોકસાહિત્યકાર માયાભાઇ આહિર દ્વારા વર્તમાન સમયની મોટી સમસ્યા એ તૂટતા સંયુક્ત પરિવારો છે તે આહિર સમાજમાં અપાયેલા પારિવારિક સંસ્કારો જીવંત હોવાથી હજુ નહિવત જોવા મળી રહ્યું છે ત્યારે તેને જાળવી રાખવા અપીલ કરાઈ હતી.આ સાથે આ કાર્યક્રમ માં લોક સાહિત્યકાર માયાભાઇ આહિર,ધારાસભ્ય ભગવાનભાઈ બારડ,અમરીશભાઈ ડેર, ઓમ શાંતિ ના શ્રી ગીતાદીદી સહીત ના અનેક મહાનુભાવો એ સમાજ સુધારણા રૂપી આ ભગીરથ કાર્ય ને આવકારી નવ દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. આ સમૂહ લગ્નોત્સવ માં આહિર સમાજના આ સમાજ સેવા રૂપી યજ્ઞમાં દાન આપનાર દાતાશ્રીઓ,રાજસ્વી પદાધિકારીઓ અને સ્વયં સેવકો ને મોમેન્ટો, શાલ અને ભાગવત ગીતાજી આપી સન્માનિત કરાયા હતા. અમરેલી જિલ્લા આહીર ચેરિટેબલ ટ્રસ્ટ ના નેજા નીચે યોજાયેલ આ સમૂહ લગ્નોત્સવ માં અમરેલી જિલ્લા આહિર સમાજના પ્રમુખ જીતુભાઇ ડેર અને ઉપ પ્રમુખ વનરાજભાઈ કોઠીવાળના માર્ગદર્શન નીચે અમરેલી જિલ્લા યુવા આહિર સમાજના પ્રમુખ કમલેશભાઈ ગરણિયા ના નેતૃત્વ માં સમગ્ર જિલ્લા ના યુવાનો, વડીલો અને દાતાઓના સહયોગ થી ભવ્ય અને સફળ આયોજન કરવામા આવ્યું હતુ. જેમા ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા,ગુજરાત વિધાનસભા ના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા, સાંસદસભ્ય પૂનમબેન માડમ ,ધારાસભ્ય ભગવાભાઈ બારડ, જે વી કાકડિયા, જનકભાઈ તળાવિયા, માયાભાઇ આહિર, અમરીશભાઈ ડેર,સહીત આહિર સમાજના રાજકીય, સામાજિક આગેવાનો, ઉઘોગપતિઓ, અધિકારીઓ અને સમગ્ર જિલ્લા માંથી આહિર સમાજના લોકો ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો સાથે ભવિષ્ય માં આવા વધુ ને વધુ સમુહ લગ્નો થાય અને સમાજનો દરેક પરિવાર આ લગ્નોત્સવ માં જોડાય તેવી ઇચ્છાઓ વ્યક્ત કરી હતી સાથે ઉપસ્થિત તમામ આમન્ત્રિત આગેવાનો અને લોકોએ આયોજકો ના સુંદર આયોજન ની પ્રેરાઈ ને આયોજકો અને સ્વયંસેવકો ની પીઠ થાબડી અભિનંદન આપ્યા હતા.

Follow Me:

Related Posts