fbpx
અમરેલી

અમરેલી એસ.ટી. ડીવીઝનના બેડ મીન્ટનના ખેલાડીઓનો રાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ દેખાવ – એક સીલ્વર અને ત્રણ બ્રોન્જ મેડલ જીત્યા.સમર્થ વ્યાયામ મંદિરમાં આંતરરાષ્ટ્રીય સ્તરનો બેડમીન્ટન કોટ બન્યા પછી વિવિધ સ્તરની ટુર્નામેન્ટોમાં અમરેલીના ખેલાડીઓ ઝળકી રહયા છે— ડો. ભરત કાનાબાર

અમરેલીના સમર્થ વ્યાયામ મંદિર (અખાડા)માં, આંતરરાષ્ટ્રીય કક્ષાનો બેડમીન્ટન કોટ બન્યા પછી, અમરેલીના યુવાનોને પ્રેકટીસ કરવા અને આ સ્પોર્ટમાં આગળ વધવા માટે ઉતમ સુવિધા પ્રાપ્ત થઈ છે.

અમરેલીના વિકાસ દ્રષ્ટા શ્રી પી.પી. સોજીત્રા અને સ્પોર્ટસમાં રૂચિ ધરાવતાં ડો.ભરત કાનાબારના સંયુક્ત પ્રયાસોથી અખાડામાં બેચરભાઈ બેડમીન્ટન કોટનું નિર્માણ કરાયું. સાંસદ નારણભાઈ કાછડીયાએ પણ તેમની સંસદસભ્યની ગ્રાંટમાંથી ૨૫ લાખનું યોગદાન આપ્યું હતું. બેડમીન્ટન કોટમાં ઓલોમ્પિક રમતોમાં અધિકૃત સપ્લાયર એવી ફ્રાન્સની જેરીફલોર કંપની પાસેથી આર્ટીફીશીયલ સરફેશ બિછાવવામાં આવી છે.

આ આધુનિક બેડમીન્ટન કોટ બન્યા પછી અનેક બાળકો, વિદ્યાર્થીઓ, યુવાનો અને વયસ્કો અહીં નિયમિત પ્રેકટીસ કરે છે. આ કોટને કારણે અહીં પ્રેકટીસ કરેલ અનેક ખેલાડીઓ ખેલ મહાકુંભમાં જીલ્લા સ્તરે અને રાજયસ્તરે પણ ઝળકયા છે.

તાજેતરમાં જ સમગ્ર દેશના સ્ટેટ રોર્ડ ટ્રાન્સપોર્ટની સંસ્થા દ્વારા અને ગુજરાત એસ.ટી. તથા સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા રાષ્ટ્રીય કક્ષાની બેડમીન્ટનની ટુર્નામેન્ટનું આયોજન કરાયેલ જેમાં ગુજરાત રાજયની બેડમીન્ટ ટીમમાં અમરેલી વિભાગમાંથી હાર્દિક પટેલ, દિનેશભાઈ દવે, જીજ્ઞાશાબેન જનસારી અને કોમલબેન કરમુરે ભાગ લીધો હતો.

અમરેલી એસ.ટી. ડીવીઝનના આ ખેલાડીઓએ રાષ્ટ્રીય કક્ષાએ એક સિલ્વર મેડલ અને ત્રણ બ્રોન્ઝ મેડલ જીતી અમરેલી એસ.ટી. ડીવીઝન તથા સમર્થ વ્યાયામ મંદિરનું ગૌરવ વધાર્યું હતું.

આ ઉપરાંત ગુજરાત એસ.ટી. દ્વારા મહેસાણા ખાતે રમાયેલ ઝોનલ ટુર્નામેન્ટમાં બેડમિન્ટનમાં અમરેલીના હાર્દિકભાઈ અને દિનેશભાઈએ ડબલ્સમાં પ્રથમ નંબર મેળવ્યો હતો, અને મહિલા વિભાગમાં ડબલ્સમાં જીજ્ઞાશાબેન અને હેતલબેને પ્રથમ નંબર હાંસલ કર્યા હતો.

તેમની આ સિધ્ધિઓ બદલ અમરેલી વ્યાયામ મંદિરના મેનેજીંગ ટ્રસ્ટી તથા સમર્થ વ્યાયામ મંદિર બેડમીન્ટન કલબના ડો. ભરત કાનાબાર, અનિલભાઈ ઠાકર, નીલેશભાઈ ધાધલ, તરંગભાઈ પવાર, શૈલેષભાઈ સંઘાણી, કલ્પેશભાઈ પોપટ, ડો. ભીંગરાડીયા, ઉદયભાઈ ઉનડકટ, મનસુરભાઈ ગઢીયા, જાડેજા બાપુ, ગૌરાંગભાઈ પવાર, ભગીરથભાઈ સોઢા, વિજયભાઈ ખાતરા, કમલેશભાઈ ગરાણીયા, આશીષભાઈ ઝીંઝુવાડીયા, પરેશ સોલંકી, મંથન ધાધલ તથા દીપેનભાઈ વિગેરેએ અભિનંદન પાઠવ્યાં હતા.

Follow Me:

Related Posts