fbpx
અમરેલી

અમરેલી એસ. ટી. ડીવીઝન રામ ભરોશે

અમરેલી થી સાવરકુંડલા માટે રાત્રી ના સમય પર થોડી જ બસ મળતી હોઈ છે. ત્યારે તેમાંની ૧ બસ સાવરકુંડલા ડેપો ની બસ ખંભાલીયા – સાવરકુંડલા માં તારીખ ૨૬/૦૬/૨૦૨૧ ના રોજ અમરેલી થી કંડકટર ચાલુ ફરજ મૂકી બીજી કોઈ બસ માં બેસી સાવરકુંડલા જતા રહ્યા હતા. તે સંદર્ભે  આજ રોજ એસ. ટી. ડીવીઝન ખાતે એક પેન્ડીંગ અરજી ના અંતર્ગત ગયેલ જેમાં અમોએ તારીખ ૨૮/૦૬/૨૦૨૧ નાં અપાયેલ ફરિયાદની અરજી નુ આજ દિન સુધી તે અંગે કોઇપણ કાર્યવાહી તેમજ નિરાકરણ કરાયેલ નથી. જે આવી ગંભીર બેદરકારી  તેમજ સરકાર અને નિગમની સાખને નુકશાન પહોચાડવા અને સાથો સાથ  મુસાફરોને રાત્રીના સમયે હેરાન થતા હોય તે મુદામા કંડકટર તેમજ સાવરકુંડલા ડેપો મેનેજરની લાપરવાહી અથવા જાણી જોઇને નિગમની સાખને નુકશાન થયેલ છે. આ ફરિયાદમાં લેડીસ કંડકટર અને ડેપો મેનેજરને ઉચ્ચ કક્ષાએથી કોઈ સાંઠ ગાંઠ કરીને આજ દિન સુધી તે અંગે કોઇપણ કાર્યવાહી થયેલ નથી એવું અમો તરફથી લાગી રહયું છે.

તે ફરિયાદના નિરાકરણ માટે આજ રોજ અમો ખાસ રૂબરૂ વિભાગીય નિયામકશ્રી પાસે ગયેલ હતા ત્યારે માનનીય સાહેબ બીમારીના કારણે રજા પર હોય તેવું ડીવીઝનણા  કર્મચારી દ્વારા જણાવવામાં આવ્યું હતું. તો તે ફરિયાદનાં અતર્ગત અમો માનનીય શ્રી ચાવડા સાહેબ જે હાલ ડિવીઝન ખાતે D.M.E. છે. જેમને મળ્યા ત્યારે સાહેબ આ ફરિયાદની દિન ૭ માં હું નિરાકરણ લઈ આપીશ તેવું મૌખિક સાંભળવા મળ્યું છે. પણ અમો પહેલી અરજી તો આશરે ૩ માસ પહેલા કરી હતી તેમનું હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી તેમનું શું ? જેથી સાબિત થાય છે કે એસ. ટી. ડીવીઝન રામ ભરોશે ચાલી રહ્યું છે. આવું સૌરાષ્ટ્ર લાઈફ લાઈન એજ્યુકેશન & ચેરીટેબલ ટ્રસ્ટ – અમરેલી દ્વારા જાણવા મળ્યું છે જેમાં ટ્રસ્ટનાં પ્રમુખ અજીમ લાખાણી, ટ્રસ્ટી વાશીમ ધનાણી, રફીક ચૌહાણ તેમજ સહમંત્રી રીઝવાન ભટ્ટી દ્વારા રજુઆત કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts