ખેલ મહાકુંભ દરમ્યાન અમરેલી જીલ્લા કક્ષાની ટેબલ ટેનીસ ટુનામેન્ટ વ્યાયામ મંદીર ખાતે રમાયેલ જેમાં ગુજરાત રાજય માર્ગવાહન વ્યવહાર નિગમ અમરેલી વિભાગ મહિલા ઓપન ગ્રુપમાં અમરેલી એસ.ટી. વિભાગના ટેબલ ટેનીસ સીંગલ મા કોમલબેન રાવલીયા બીજો ક્રમે આવેલ તેમજ ડબલ્સમાં દયાબેન તેરૈયા તથા જીજ્ઞાશાબેન જનસારી પ્રથમ નંબર આવેલ હીતેષભાઈ કાવઠીયા ઓપન ગ્રુપમા ડબલ્સમા પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ તેમજ મીકસ ડબલ્સમા કોમલબેન રાવલીયા પ્રથમ આવેલ તેમજ બીજો નંબર દયાબેન તેરૈયા તેમજ હીતેષભાઈ કાવઠીયા આવેલછે તેમજ ૪૦વર્ષ ઉપરના ગ્રુપમા ડબબ્લસ મા બળદેવસિહ ગોહિલ પ્રથમ આવેલ, દિલીપભાઈ દાફડા દ્વારા સ્વીમીગ ૧ બેક સ્ટ્રોક ૫૦ મીટરમા પ્રથમ તેમજ ર–બ્રેસ્ટ સ્ટોક ૫૦ મીટરમા બીજો ક્રમ પ્રાપ્ત કરેલ તેમજ ફિ સ્ટાયલ સ્વીમીગમા બીજો ક્રમ પ્રાપ્ત કરેલ તેમજ હાદીકભાઈ પટેલ તથા દિનેશભાઈ દવે ૪૦ વર્ષ ઉપરના ગ્રુપમા ડબલ્સમા બીજો નંબર પ્રાપ્ત કરેલ તેમજ મહિલા ઓપન ગ્રુપમાં જીિજ્ઞાશા જનસારી તેમજ હેતલબેન સેતરાણીયા એડબલ્સમા બીજો નંબર પ્રાપ્ત કરેક જેઓ હવે તેઓ રાજય કક્ષાએ રમવા જશે આસિધ્ધી મેળવવા બદલ વિભાગીય નિયામ પી.પી.ધામા, કામદાર અધિકારી અન્સારી તેમજ ડી.એમ.ઈ. દવે, ડી ટી.ઓ. એચ.આર.કટારા તેમજ અમરેલી વિભાગના ત્રણેય યુનિયનના પદાધિકારીઓ તેમજ સમગ્ર સ્ટાફે અભિનંદન પાઠવેલ અને અમરેલી વિભાગનુ નામ સમગ્ર રાજ્યમાં રોશન કરેલ તેમ બળદેવસિંહ ગોહિલ સાહેબ ની યાદી જણાવેલ.
અમરેલી એસ.ટી વિભાગના કર્મચારીઓ ખેલ મહાકુંભ માં સિધ્ધિઓ મેળવી જીલ્લા નું નામ રોશન કર્યું.ટેબલ ટેનીસ ડબલ માં પ્રથમ, સીગલ બીજો ક્રમ, ૪૦ વર્ષ ઉપરના ગ્રુપમા ડબલમાં પ્રથમ, સ્વીમીગ પ્રથમ હવે રાજ્યકક્ષાએ રમવા જશે.

Recent Comments