fbpx
અમરેલી

અમરેલી કદાવર નેતા દિલીપભાઈ સંઘાણી સર્વે સમાજના સ્વીકૃત નેતા છે ,અમરેલી જીલ્લામાં દિલીપભાઈ સંઘાણી સર્વે સમાજ અને
અનેક પરિવારના સન્માનીય મોભી છે

અમરેલી જીલ્લા અને દેશના ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો તદન પાયા વિહોણા છે જે આક્ષેપો કરેલ છે તે સાબિત કરે દિલીપભાઈ અનેક પરિવારના ચુલા પ્રગટાવેલ છે. દિલીપભાઈએ તેમના જાહેર જીવનમાં દરેક સમાજના અને અનેક પરિવારના બાળકોના શિક્ષણ પ્રત્યેના અનેક દાખલાઓ હાલ મોજુદ છે. તેમની દર્ધિ દ્રષ્ટિ જ એવી છે કે દરેક સમાજના દિલમાં વસી જાય. દિલીપભાઈ સંઘાણી દેશનું ગૌરવપુર્ણ પાત્ર છે તેમની કાર્યશૈલીથી પરિચિત છું તેમની સામે આવા ખોટા આક્ષેપો અને બદનામી એ સાંખી જ ન લેવાઈ.

નાના એવા ગામ માળીલાથી પોતાની કારર્કીર્દીની શરૂઆત કરીને જિલ્લા, રાજય તેમજ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય લેવલે અનેક સંઘર્ષો કર્યા છે પછી સફળતા મેળવેલ છે જેમના માધ્યમથી રોજગારીનું સર્જન કરી દિલીપભાઈ સંઘાણીએ હજારો પરિવારને રોજગારી પુરી પાડી છે.

દિલીપભાઈ સામે સોશીયલ મિડીયામાં થયેલા આક્ષેપો અમરેલી જીલ્લા માટે ખુબ જ દુખદ ધટના સમાન છે આ બાબતની દરેક સમાજે નોંધ લેવા જેવી બાબત છે તેમ મહેન્દ્રભાઈ ચાવડાની યાદીમાં જણાવાયેલ છે.

Follow Me:

Related Posts