અમરેલી કલેક્ટર અજય દહિયાએ કોસ્ટગાર્ડના શીપમાં સવાર થઇને દરિયાઇ સુરક્ષાની સમીક્ષા કરી
છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવા માટે ગુજરાતનો દરિયાકિનારો સિલ્ક રૂટ બન્યો છે. તેમા પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર ડ્રગ્સ ઘુસાડવા માટેનુ પ્રવેશદ્વાર બની રહ્યો છે. ગુજરાતનો દરિયાકાંઠો ડ્રગ્સના કાળા કારોબાર માટે માફિયાની પસંદ બન્યો છે ત્યારે, દરિયાઇ સુરક્ષાની સમીક્ષા કરવા પહોંચ્યા અમરેલી કલેક્ટર અજય દહિયાએ કોસ્ટગાર્ડના શીપમાં સવાર થઇને દરિયાઇ સુરક્ષાની સમીક્ષા કરી. મહત્વપૂર્ણ છે કે લોકસભા ચૂંટણી પણ નજીક આવી રહી છે
ત્યારે કલેક્ટરે શિયાળ બેટ ટાપુ પર ૫ મતદાન બુથની પણ મુલાકાત કરી અને ગ્રામજનો સાથે સંવાદ કરીને વધુ મતદાન માટે લોકોને જાગૃત કર્યા. તાજેતરમાં જ ગુજરાત છ્જી અને કોસ્ટગાર્ડે પોરબંદર નજીક દરિયામાંથી ૩૦૦૦ કિલોનું ડ્રગ્સ જપ્ત કર્યુ હતુ. જેમા ડ્રગ્સના જથ્થા સાથે ૪ ખલાસીઓને પણ ઝડપી લેવામાં આવ્યા હતા. આ ડ્રગ્સ કેસમાં પાકિસ્તાન કનેક્શન પણ સામે આવ્યુ છે. આપને જણાવી દઈએ કે છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાંથી ૨૭ હજાર કિલોનુ ડ્રગ્સ ઝડપાયુ છે.
Recent Comments