fbpx
અમરેલી

અમરેલી કલેક્ટર એ જિલ્લામાં જળ સંચયના કામોના આયોજન અર્થે અધિકારી ઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી

અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં આજે સુજલામ સુફલામ જળ સંચય યોજના – ૨૦૨૨ ને અનુલક્ષીને જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ તેમજ તાલુકાઓના અધિકારીઓસાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. 

ટૂંકસમયમાં આ યોજનાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે, સમગ્ર જિલ્લામાં જળ સંચયના મહત્તમ કામો થાય તે માટે કલેક્ટરએ કાર્યક્રમો હાથ ધરવા સૂચન કર્યું હતું. કલેકટરશ્રીએ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને ગ્રામ્ય, તાલુકા તેમજ જિલ્લા કક્ષાએ વધુને વધુ કામો હાથ ધરવામાં આવે તેમજ જનભાગીદારી થકી વધુને વધુ લોકો જળ સંચયના કામોમાં સહભાગી બને તે માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

નોંધનીય છે કે મનરેગા યોજના સાથે જળસંચયના કામો હાથ ધરવામાં આવે છે. ખેત તલાવડીઓ અને તળાવ ઊંડા ઉતારવા, માટી કાઢવા વગેરે કામો માટે સરકાર દ્વારા ગ્રાન્ટ ચુકવવામાં આવે છે. વિવિધ સંસ્થાઓના સહયોગથી ૬૦-૪૦ ના પ્રમાણમાં જનભાગીદારી થકી આ યોજના ઘણી અસરકારક રીતે જળ સંચયની અગ્રીમ ભૂમિકા ભજવી રહી છે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગુરવ, અધિક નિવાસી કલેક્ટર શ્રી આર. વી. વાળા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી વિશાલ સક્સેના, પ્રાંત અધિકારીશ્રી તેમજ સિંચાઈ, પાણી પુરવઠા, સામાજિક વનીકરણ જેવા વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ જોડાયા હતા.

Follow Me:

Related Posts