અમરેલી કલેક્ટર કચેરી ખાતે ૩ ઓક્ટોબરના મેગા લીગલ સર્વિસીસ કેમ્પનું આયોજન
નાગરિકોને સોગંદનામા, આવકના દાખલા, જાતિના દાખલા, નોન ક્રિમીલેયર, ડોમીસાઈલ, સિનિયર સીટીઝન સર્ટીફીકેટ જેવી વિવિધ સેવાઓ મળી શકશે
અમરેલી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ૩ ઓકટોબર ૨૦૨૧ના રોજ અમરેલી કલેક્ટર કચેરી, અમરેલી આરોગ્ય વિભાગ અને જિલ્લા વિકાસ અધિકારીની કચેરીના સહયોગથી કલેક્ટર કચેરી ખાતે મેગા લીગલ સર્વિસીઝ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ ખાસ કેમ્પમાં જાહેરજનતાને સોગંદનામા, આવકના દાખલા, જાતિના દાખલા, નોન ક્રિમીલેયર, ડોમીસાઈલ, સિનિયર સીટીઝન સર્ટીફીકેટ, આધાર કાર્ડ તથા સીટી તલાટીની સેવાઓ, વૃધ્ધ સહાય, વિધવા સહાય, ચૂંટણી કાર્ડ, રેશનકાર્ડ જેવી વિવિધ કામગીરીઓ તથા કોવીડ–૧૯ વેકસીનેશન અને બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવશે તો અમરેલી શહેરના નાગરીકોએ વધુમાં વધુ લાભ લેવા અમરેલી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
Recent Comments