અમરેલી

અમરેલી-કુંકાવાવના ગ્રામ્ય પંથકને દિવાળીના સારા દિવસોમાં ધારાસભ્યની વિકાસરૂપી ભેટ

અમરેલી : અમરેલીના યુવા અને ઉર્જાવાન ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ દંડક કૌશિકભાઈ વેકરીયાએ અમરેલી-કુંકાવાવ પંથકના ગ્રામ્ય વિસ્તારની વર્ષો જૂની માંગણી સરકારમાંથી મંજૂર કરાવી આ દિવાળી વિકાસવાળી બનાવી છે.  અમરેલીના મોણપુર ગામને ચિત્તલ રેલવે સ્ટેશન સાથે જોડતા રોડનું કામ તથા કુંકાવાવ તાલુકાના દેવગામ – જીથુડી રોડ એમ બંન્ને નોન પ્લાન રસ્તાના કામ માટે કુલ 12 કરોડ જેવી માતબર રકમ મંજૂર કરાવી છેઅમરેલીના ધારાસભ્ય અને સરકારના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયાની રજૂઆતથી આયોજન બહારના આ રસ્તાઓની કામગીરીને ખાસ અંગભુત યોજના હેઠળ રાજયના મુખ્યમંત્રીશ્રી દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

 ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી વિધાનસભાના કર્મશીલ ધારાસભ્ય કૌશિક વેકરિયાની પ્રજાલક્ષી રજૂઆતને રાજ્ય સરકારની મંજૂરીની મહોર લાગતા ટૂંક સમયમાં જ આ કામો શરુ કરવામાં આવશે.મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ આ બંન્ને કામો કરવા ખૂબ જરૂરી હોવાથી ધારાસભ્યશ્રીએ રાજયના મુખ્યમંત્રીશ્રીને આગ્રહપૂર્વક રજૂઆત કરી હતી. જેનો સાનુકૂળ પ્રતિસાદ આપી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ બંન્ને કામો માટે જોબ નંબર ફાળવી રૂપિયા 12 કરોડ જેવી માતબર રકમ મંજૂર કરી છે. જેમાં અમરેલી તાલુકાના મોણપુર ગામને ચિત્તલ રેલવે સ્ટેશન સાથે જોડતા રોડનું માટીકામ, મેટલિંગ,સ્પીલ સેક્શન, સી.સી.રોડ,નાળાનું કામ,સ્લેબ ડ્રેઈન તથા પ્રોટકશન દિવાલનું 1 કી.મી.નું કામ રૂપિયા 4 કરોડ 50 લાખની રકમ સાથે મંજૂર કરવામાં આવ્યું છે.

એ જ રીતે કુંકાવવ તાલુકાનાં દેવગામ જીથુડી રોડનું માટીકામ,મેટલીંગ,ડામર રોડ,નાળાકામ તથા પ્રોટકશન દિવાલ સાથેનું 7 કી.મી. રોડનું કામ રૂપિયા 7 કરોડ 50 લાખની રકમ સાથે મંજૂર કરવામાં આવ્યું છે.આમ બંને તાલુકાના ગામોને સ્પર્શતા કામો મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મંજૂર કરાતા ધારાસભ્યશ્રી કૌશિક વેકરિયાએ અમરેલીની પ્રજા વતી તેમનો આભાર વ્યક્ત કર્યો છે. વધુમાં આગામી દિવસોમાં આ કામો ત્વરિત હાથ ધરી પૂર્ણ કરવામાં આવશે. આમ કર્મશીલ ધારાસભ્યના કર્મયોગ થકી અમરેલી કુંકાવાવ પંથકના ચાર ગામની દિવાળી બની છે વિકાસશીલ.

Follow Me:

Related Posts