અમરેલી

અમરેલી કે.કે.પારેખ ટેકનીકલ ઈન્સ્ટીટયુટ ખાતેના સર્ટિફીકેટ અભ્યાસક્રમના પ્રવેશફોર્મ વિતરણની મુદત ૧૨ ઓગસ્ટ સુધી લંબાવાઈ

કે.કે.પારેખ ટેકનીકલ ઈન્સ્ટીટયુટ અમરેલી ખાતે ટી.ઈ.બી. પેટર્નના ચાલતા સર્ટિફીકેટ અભ્યાસક્રમમાં આગામી વર્ષ માટે બેઠકોની સામે જુજ પ્રમાણમાં અરજીઓ આવી હોવાથી પ્રવેશ ફોર્મ વિતરણ મુદત વધારી તાઃ ૧૨-૦૮-૨૦૨૧ સુધી ચાલુ રાખવામાં આવે છે. ૧ વર્ષના ધોરણ ૯ પાસ માટે ઈલે. એપ્લા. એન્ડ કોમ્પ્યુ. ટેક્નિશિયન, ઈલે. મોટર રિવાઇન્ડીંગ એન્ડ સર્વિસિંગ, વાયરમેન (ઈ. આઈ, ડબલ્યુ. જે.)  અને ધોરણ ૧૦ માટે ડેસ્કટોપ પબ્લિસિંગ જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક વિધાર્થીઓએ રૂબરૂ આવી રૂ. ૧૫ રોકડા ભરી અરજીપત્રક મેળવી જમા કરાવવાનું રહેશે. આ અંગે વધુ માહિતી ફોન નં. ૨૨૨૪૬૭ ઉપરથી મળી શકશે. હાલ વહેલા તે પહેલા ધોરણે પ્રવેશ ચાલુ છે.

Related Posts