અમરેલી કોંગ્રેસ પક્ષ દ્વારા આવતીકાલે ”ગુજરાત સાંકેતિક બંધ” ના કાર્યકમનું આયોજન
છેલ્લાં આઠ વર્ષથી કેન્દ્ર ખાતે અને અઢી દાયકાથી રાજ્યમાં ભાજપની સરકારના પ્રજાવિરોધી શાસનથી પ્રłજનો ભારે હાલાકી ભોગવી રહ્યું છે. કોઈ પ્રજાલક્ષી નિર્ણયો લેવાને બદલે આપ સૌ જાણો છો તેમ ઘણી આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે ઘઉંનો લોટ, મધ, ગોળ, દૂધ,દહીં પેકિંગમાં મળતું અનાજ, વગેરે પર જીએસટી ના કારણે તેના ભાવમાં વધારો થવાથી અને પેટ્રોલ – ડીઝલ – રાંધણ ગેસના ભાવવધારાને કારણે પ્રજાજનો પર મોંઘવારીનો અસહ્ય બોજ વધી રહ્યો છે. અત્યંત અસંવેદનશીલ અને સરમુખત્યારી ભાજપ સરકારના અવિચારી અને પ્રજાવિરોધી નર્ણયિો પ્રજાજનોની હાડમારીમાં વધારો કરી રહ્યું છે.વધુમાં દેશમાં ગ્રામીણ અને શહેરી બેરોજગારીમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ભાજપ સરકારની અવિચારી, વિવાદાસ્પદ અગ્નિપથ જેવી યોજના પણ બેરોજગાર યુવાનોની આકાંક્કાઓને પણ નલ્લ કરી રહી છે.
કોંગ્રેસ પક્ષસતત છેલ્લાં કેટલાંય સમયથી અસાુ મોંઘવારી,બેરોજગારી અને પ્રજા વિરોધી નીતિઓ સામે આંદોલન ચલાવી રાુો છે. મોંઘવારી સામેની આ લડાઈને આગળ વધારવા કોંગ્રેસ પક્ષ દ્વારા દેશભરમાં તમામ મુખ્ય બજારો તેમજ અન્ય જાહેર સ્થળોઓએ મોંઘવારી પર હલ્લા બોલ કાર્યકમનું પણ આયોજન કરેલ હતું. વધુમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની સૂચના અનુસાર સરકારની પ્રજા વિરોધી નીતિ સામે આગામી તારીખ ૧૦ સપ્ટેમ્બર, ર૦રર શનિવારના રોજ, સવારના ૮ વાગ્યા થી ૧ર વાગ્યા સુધી મોંઘવારી અને બેરોજગારી સામે કોંગ્રેસ પક્ષ દ્વારા”ગુજરાત સાંકેતિક બંધ”ના કાર્યકમનું તમામ કોંગ્રેસના આગેવાનોએ સ્થાનીક કક્ષાએ આયોજન કરવાનું નક્કી કરેલ છે.
તો આ સાંકેતિક બંધના કાર્યકમનું સ્થાનીક કક્ષાએ જિલ્લા કોંગ્રેસ સમિતિ, તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ, શહેર કોંગ્રેસ સમિતિ, યુવક કોંગ્રેસ – મહિલા કોંગ્રેસ – દકગય સહિત કોંગ્રેસ પક્ષના તમામ સેલ ફ્રંટલ હોદેદારો, આગેવાનો તથા કાર્યકરોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી આયોજન કરવા અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે. રૈયાણીએ અપીલ કરેલ છે.
Recent Comments