fbpx
અમરેલી

અમરેલી ખાતે અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના બેઠક મળી. ભગવાન પરશુરામના અવતરણ દિવસની ભવ્ય ઉજવણી કરવા આયોજન કરવામાં આવ્યું. 

આગામી તારીખ ૧૦-૫-૨૪ શુક્રવારના રોજ હિન્દુ સનાતન ધર્મ પરંપરામાં છઠા અવતાર એવા ભગવાન પરશુરામજીના અવતરણના દિવસ છે.તેથી આ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવા અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજની બેઠક જિલ્લા પ્રમુખ શ્રી મુકુંદભાઈ મહેતાના અધ્યક્ષ સ્થાને ગત તા ૨૦-૪-૨૦૨૪ ના શનિવારે રાત્રે ૯  કલાકે શ્રી પરશુરામ ધામ મંદિર અમરેલી ખાતે મળેલ હતી આ બેઠકમાં જિલ્લા/શહેર સમસ્ત બ્રહ્મ સમાજના વરિષ્ઠ પાંખ, યુવા પાંખ અને મહિલા પાંખના પદાધિકારીઓ, બ્રહ્મ અગ્રણીઓ, કાર્યકર ભાઈ-બહેનો અને સ્વયંસેવકો  બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં એક અવાજે અવતરણ દિવસ ઉત્સવ ઉજવણી ભવ્યાતિભવ્ય રીતે કરવા શહેરમાં શુંશોભિત કરવા, બેનરો લગાવવા, શોભાયાત્રા ભવ્ય રીતે કાઢવા તથા સમગ્ર હિન્દુ સમાજના દરેક સંગઠનો, તમામ સમાજને આ ઉત્સવમાં જોડાવવા નિમંત્રણ આપવાનો નિર્ણય કરવામાં આવેલ છે

અને સમસ્ત બ્રહ્મસમાજની યુવા પાંખ, મહિલા પાંખ, શહેરના પદાધિકારીઓને તથા સ્વયંસેવકોને,કાર્યકરોને આ માટે વિશેષ જવાબદારીઓ સોપાવામાં આવી હતી તારીખ ૧૦-૫-૨૦૨૪ ને શુક્રવારે બપોરે ૪-૩૦  કલાકે શ્રી નાગનાથ મહાદેવ મંદિરેથી ઉત્સવની શોભાયાત્રા પ્રસ્થાન કરી. શ્રી મહાત્મા મૂળદાસ ચોક, ડો.જીવરાજ મહેતા ચોક, સ્ટેશન ચોક, શ્રી લક્ષ્મીનારાયણ મંદિર, એસ ટી બસ સ્ટેશન થઇ પરશુરામ ધામ મંદિર ખાતે વિરામ લેશે તથા ભગવાન શ્રી પરશુરામજીની મહાઆરતી તથા છપ્પનભોગ દર્શન સાંજે ૭-૩૦ કલાકે થશે અને ત્યારબાદ પ્રસાદ વિતરણ કરવામાં આવશે આ બેઠકમાં અમરેલી શહેરમાં વસતા ભૂદેવ પરિવારોને હાકલ કરવામાં આવેલ છે કે આપણા ઈષ્ટ અને આરાધ્ય ભગવાન શ્રી પરશુરામજીના ઉત્સવની ઉજવણીમા દરેક પરિવાર અબાલ વૃદ્ધ સૌ ઉત્સાહ પૂર્વક સામેલ થાય અને સનાતન હિન્દુ ધર્મના દરેક ધર્મનુરાગી શ્રીઓ સર્વે આ ઉત્સવમાં જોડાય તેવી આગ્રહ ભરી અપીલ કરવામાં આવી છે તેમ જિલ્લા બ્રહ્મ સમાજના મહામંત્રી ભગીરથ ત્રિવેદીની યાદી જણાવે છે .

Follow Me:

Related Posts