fbpx
અમરેલી

અમરેલી ખાતે કોરોનામાં મોતને ભેટેલ 18 લાખ આત્‍માઓને શ્રઘ્‍ધાંજલિ અર્પણ કરાઇ

ડો. કલામ ઇનોવેટિવ વર્ક દ્વારા પ્રેયર ફોર પીસ કાર્યક્રમ દ્વારા કોરોના મહામારીમાં સમગ્ર વિશ્‍વમાં મૃત્‍યુ પામેલા 18 લાખ મૃતકોને શ્રઘ્‍ધાંજલિ અર્પણ કરવામાં આવી. સમગ્ર વિશ્‍વ જયારે નવા વર્ષની ઉજવણીમાં વ્‍યસ્‍ત છે ત્‍યારે ડો. કલામ ઇનોવેટિવ વર્ક દ્વારા વસુદેવ કુટુંમ્‍બકમની ભાવના સાથે 18 લાખ લોકોને શાસ્‍ત્રોકત રીતે શ્રઘ્‍ધાંજલિ અર્પણ કરવામાં આવી. એક સાથે 18 લાખ લોકોને શ્રઘ્‍ધાંજલિ અર્પણ થઇ હોય તેવી આ વિશ્‍વની પ્રથમ પહેલ અમરેલીમાં ડો. કલામ ઇનોવેટિવ વર્ક દ્વારા કરવામાં આવી સમગ્ર વિશ્‍વની સામે અનોખુ ઉદાહરણ પુરૂ પાડવામાં આવ્‍યું છે. કહેવાય છે કે પ્રાર્થનામાં ખુબ મોટી તાકાત છે ત્‍યારે ઉપસ્‍થિત સૌ કોઇ દ્વારા દિલથી કરેલ પ્રાર્થના આ 18 લાખ આત્‍માઓ સુધી પહોંચશે અને તેમના આત્‍માને શાંતિ પ્રાપ્‍ત થશે તે નિશંક છે. ભારતીય સંસ્‍કૃતિની વિચારધારા આજેપણ આ યુવાનોમાં અને નવી પેઢીમાં જીવંત છે તે સૌ ભારતવાસી માટે ગૌરવપ્રદ બાબત છે. આ કાર્યક્રમ ખુબ મર્યાદિત સંખ્‍યામાં સોશ્‍યલ ડિસ્‍ટન્‍સ અને સરકારના આદેશનું પાલન કરી અનેમંજુરી સાથે કરવામાં આવેલ. કાર્યક્રમમાં સૌ પ્રથમ મૃતકો માટે વિદ્વાન શાસ્‍ત્રી પ્રમોદભાઇ દ્વારા આત્‍માની શાંતિ માટે પાઠનું પઠન કરવામાં આવ્‍યું હતું. ઉપસ્‍થિત સૌ કોઇ રાજકીય સામાજિક, તબીબી ક્ષેત્રના અને શૈક્ષણિક અગ્રણીઓ દ્વારા 18 લાખ મૃતકોના આત્‍માને પુષ્‍પાંજલિ અર્પણ કરવાની સાથે સમુહ પ્રાર્થના કરવામાં આવી હતી. આ અનોખી શ્રઘ્‍ધાંજલિ અમરેલ કે દેશ સુધી સીમીત ના રહેતા સમગ્ર વિશ્‍વ સામે એક અનોખુ ઉદાહરણ પુરૂ પાડવાની સાથે લોકો માટે પ્રેરક પુરવાર થશે. આ તકે ડો. કલામ ઇનોવેટિવ વર્કના ફાઉન્‍ડર કેવલભાઈ મહેતા અને સમગ્ર ટીમ દ્વારા સૌ કોઇનો આભાર વ્‍યકત કરવામાં આવ્‍યો હતો.

Follow Me:

Related Posts