અમરેલી

અમરેલી ખાતે ગુજરાતનો સૌપ્રથમ દસ-દિવસીય જળ ઉત્સવનો રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને સાથી મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં શુભારંભ

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાનો વિસ્તાર એટલે ખારાશવાળો સૂકો પટ. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં અહીંના લોકોની પાણીની કુદરતી અછતની તકલીફ દૂર કરવા રાજ્ય સરકારે જળસંચયની અનેકવિધ પહેલ હાથ ધરી છે. આવી જ એક અદ્‌?ભુત પહેલ એટલે દુધાળા ગામે આયોજિત ગુજરાતનો સૌપ્રથમ દસ-દિવસીય જળ ઉત્સવ, જેનો આજે માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને સાથી મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં શુભારંભ કરાવ્યો.
ગુજરાત સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત જળ ઉત્સવ અંતર્ગત લોકમેળા, વોટર સ્પોર્ટ્‌સ, સાંસ્કૃતિક કાર્યક્રમો, ટેન્ટ સિટી, હોર્સ શૉ, બર્ડ પાર્ક જેવા વિવિધ આકર્ષણો સહેલાણીઓ માટે ખૂબ મજાના બની રહેશે. વળી, આ ઉત્સવ થકી જળસંરક્ષણ અંગે મોટા પાયે જનજાગૃતિ પણ ફેલાશે. મુલાકાત જરૂર લેશો.

દુધાળા ગામ નજીક ગાગડિયો નદી પર ગુજરાત સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા લોકભાગીદારીથી નદીને ઊંડી અને પહોળી કરવાનું ભગીરથ કાર્ય હાથ ધરાયું છે. નદીની ૨૫ કિ.મી લંબાઈમાં ૧૫ કિ.મીનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. સાથે જ, ચેકડેમોના કામ પણ પ્રગતિ હેઠળ છે. જળસંરક્ષણના આ કાર્યો આ સમગ્ર વિસ્તારને જળસમૃદ્ધ બનાવશે.
જળની અગત્યતાને સુપેરે જાણીને માનનીય પ્રધાનમંત્રીશ્રીએ દેશવાસીઓને અમૃત સરોવરોના નિર્માણનું દૂરંદેશીપૂર્ણ આહવાન કર્યું છે, જેને ઝીલી લઈને ગુજરાત સરકારે દરેક જિલ્લામાં ૭૫ અમૃત સરોવરોનું નિર્માણ કર્યું છે. આ અવસરે, પાણીને પરમેશ્વરના પ્રસાદની જેમ વાપરીને તેના સંરક્ષણનો ખાસ અનુરોધ આપ સૌને કરું છું.

Follow Me:

Related Posts