અમરેલી

અમરેલી ખાતે જિલ્લાકક્ષા સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધા યોજાશે

રાજ્યસભાના સાંસદ અને કેન્દ્રીય કેબીનેટ મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલા અને જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી અમરેલી દ્વારા શ્રી કે.કે.પારેખ અને આર.પી.મહેતા વિદ્યાલય, સિવિલ હોસ્પિટલની સામે, અમરેલી ખાતે  તા.૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ સવારે ૯:૩૦ વાગ્યેથી ક્રમશઃરાસ, ગરબા, સમૂહગીત, પ્રભાતિયા, સુગમસંગીત, લગ્નગીત, લોકગીત, ભજન, કથ્થક, ધોળ, હાલરડાં, શરણાઈ, રામસાગર, વાંસળી, તબલા, હાર્મોનિયમ, મંજીરા, બેન્જો, ઢોલ, દુહા-છંદ-ચોપાઈ, લોકવાર્તાની સ્પર્ધા યોજાશે. તાલુકાકક્ષા સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધામાં પ્રથમ વિજેતા સ્પર્ધક કલાકારને ઉપસ્થિત રેહવા આથી જાણ કરવામાં આવે છે. અમરેલી જિલ્લાકક્ષા સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધામાં કુલ ૨૧ કૃતિનું આયોજન કરવામાં આવશે.  આ સ્પર્ધાની વધુ માહિતી માટે જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી,અમરેલીનો સંપર્ક કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારીની એક યાદીમાં જણાવવામાં આવ્યુ છે.  

Related Posts